Breaking NewsEntertainment

આવનારી ગુજરાતી ફિલ્મ રાડોના કલાકારોએ ભાવનગરના પ્રિન્સ જયવીરરાજસિંહ ગોહિલ ની મુલાકાત લીધી.

એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” 22 જુલાઇએ રીલિઝ કરાશે

ભાવનગર, , જુલાઈ, 2022: વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.

ગુજરાતી ફિલ્મ “રાડો”ના ટ્રેલર રીલિઝ બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ “રાડો”ની રીલિઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં રીલિઝ કરવામાં આવશે. ત્યારે ફિલ્મના પ્રમોશનને લઇ ભાવનગર ખાતે આયોજિત પ્રેસ કોન્ફેરેન્સ ખાતે કલાકારો યશ સોની, , નિકિતા શર્મા, તર્જની ભાડલા અને પ્રાચી ઠાકર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત, અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. જે 22 જુલાઇના રોજ ગુજરાત સહિત દેશભરના થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે.

લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ સાથેની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો”માં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નિલમ પંચાલ, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.

સ્પેશિયલ રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *