નિધી ફાઉન્ડેશન વડોદરા સેલિબ્રિટી એવોર્ડ 2024 અંજાર, કચ્છની કાજલબેન આસોડિયા બની બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ
વડોદરા ખાતે યોજાયેલ નિધિ ફાઉન્ડેશનના સેલિબ્રિટી એવોર્ડ 2024 કાર્યક્રમમાં હિન્દી સિરીયલ “અનુપમા” ફેમ રૂપાલી ગાંગુલીના હસ્તે અંજાર, કચ્છની પ્રતિભાશાળી મેકઅપ આર્ટિસ્ટ કાજલબેન આસોડિયાને “બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કાજલબેનની સફળતાનું યાત્રા: કાજલબેન પહેલાથી જ અનેક એવોર્ડ જીતી ચુક્યા છે, જેમાં ગયા વર્ષે અમદાવાદમાં મળેલો “ગુજરાત ગર્વ એવોર્ડ” પણ સમાવેશ થાય છે. તેનાં કાર્યને માન્યતા આપતા તેઓ અવારનવાર ટીવી અને પત્રકારિતામાં શીર્ષક બની ચૂક્યા છે.
સામાજિક કાર્ય: કાજલબેન પોતાના મેકઅપ આર્ટ સાથે સામાજિક સેવા માટે પણ જાણીતા છે. તેઓ અખિલ કચ્છ સંસ્થાના “ક્લાસીસ બ્યુટી પાર્લર” ચલાવે છે, જ્યાં તેઓ જરૂરિયાતમંદ છોકરીઓ માટે મેકઅપના ખર્ચમાં રાહત આપે છે. તેવા અનાથ છોકરીઓ માટે મફત દુલ્હન મેકઅપ પણ કરે છે.
આ એવોર્ડ કાર્યક્રમ નિધિ ફાઉન્ડેશન દ્વારા શીલા દવેના સંચાલનમાં યોજાયો હતો. કાજલબેનને આ માન્યતા તેમને તેમના ક્રાફ્ટ અને સમર્પણ માટે મળી છે.
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા ગુજરાત