રિપોર્ટ: અનુજ ઠાકર.
ઈસ્કોન ચાર રસ્તા પર GSTV કેમ્પસમાં આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાસ્મૃતિ અને ટાફ ગૃપના સક્રિય સહયોગથી આગામી તારીખ 20 થી 24 ઓગસ્ટ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોના મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેનો પ્રારંભ ગઈકાલે સાંજે 6.30 વાગ્યે જેમની નવલકથા ‘તત્વમસિ’ પરથી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘રેવા’ બની હતી એવા નવલકથાકાર-ગીતકાર ધ્રુવ ભટ્ટના ‘ધ્રુવ ગીતો’ થી થયો હતો. જેમાં પારુલ મનિષ, સૂર અને સોહની ભટ્ટે સંગીતમય પ્રસ્તુતિ કરી હતી.
કલાસ્મૃતિ મોનસૂન ફેસ્ટિવલના આયોજનમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના ક્રિએટર અસિતકુમાર મોદી, ધ્રુવ ભટ્ટ અને TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રૂપ પણ સક્રિય સહભાગી છે.
ખાસ કરીને ટાફ ગ્રૂપના તમામ સભ્યો પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો. ગઈકાલે જાણીતી બ્રાન્ડ ફરકી દ્વારા હાજર રહેલા તમામ મહેમાનો ને ખસ ફાલુદા પીરસવામાં આવ્યો હતો.