પ્રસ્તુત લેખ સૂર્યદેવના મકર રાશિમા ગોચર વિષે છે. ગ્રહોના રાજા સૂર્યદેવ તારીખ 15 જાન્યુઆરીની પરોઢથી 13 ફેબ્રુઆરી સુધી મકર રાશિમા ગોચર કરશે. આ સાથે ધનારક પણ પૂરા થશે. સૂર્યદેવ દરેક રાશિમા લગભગ 30 દિવસ ગોચર કરે છે. અને તેમના આ ગોચર દરમિયાન રાશિ મુજબ શુભ કે અશુભ પ્રભાવ જોવા મળે છે. પ્રસ્તુત લેખમા મકર રાશિમા સૂર્યદેવના ગોચરની વિભિન્ન રાશિઓ પર શુ અસર થશે તે હવે જોઇએ.
સર્વપ્રથમ મેષ રાશિના જાતકોની વાત કરીએ. આ રાશિના જાતકોના અટકેલા કાર્યો સંપન્ન થાય. કાર્યોમા સફળતા પ્રાપ્ત થાય એવી શક્યતા છે. પ્રતિષ્ઠા-પ્રભાવ તથા સત્તામા વધારો થાય એવી શક્યતા છે. નવા કામધંધાનુ આયોજન થાય તથા બેરોજગાર જાતકોને રોજગાર મળે એવી શક્યતા છે.
સરકારી તથા કોર્ટ-કચેરીના કાર્યોમા સફળતા પ્રાપ્ત થવાની શકયતા છે. વૃષભ રાશિના જાતકોને છેલ્લા એક માસથી ચાલતી તકલીફોથી અમુક અંશે રાહત મળે એવી શકયતા છે. યાત્રા-પ્રવાસની શકયતા છે. ધર્મકાર્યમા ખર્ચ થાય એવી શક્યતા છે. કામ-ધંધા વિશે અથવા ભાવિ યોજનાઓ વિષે ચર્ચા કે વાટાઘાટો થાય એવી શક્યતા છે.
મિથુન રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સંબધિત બાબતો માટે સમય પ્રતિકૂળ હોય શકે છે. કોર્ટ-કચેરીની બાબતો કે સરકારી કાર્યોમા નકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. વ્યર્થ વાદવિવાદ તથા આરોપની શક્યતા છે. નાણાકીય લેવડદેવડમા સાવધાન રહેવુ. નોકરી-ધંધામા તકલીફ કે નુકસાનની શક્યતા છે.
શત્રુઓથી હેરાનગતિ થઈ શકે છે. કર્ક રાશિના જાતકો માટે લગ્ન જીવનમા થોડી અશાંતિ અને ઘર્ષણની શક્યતા છે. તમારી પ્રતિષ્ઠા કે પ્રભાવમા અમુક અંશે ઘટાડો થઈ શકે છે. વેપારમા વકરો ઓછો થાય એવી શક્યતા છે. ભાગીદારીના વેપારમા ભાગીદારો સાથે મતભેદ અને વિવાદની શક્યતા છે. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ. સિંહ રાશિના જાતકો માટે સમય શુભ હોય શકે છે. શત્રુઓ તથા વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય એવી શક્યતા છે.
કોર્ટ-કચેરી તથા નોકરી-ધંધાની બાબતોમા સફળતા પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્યમા સુધારો થઈ શકે છે. મોસાળ પક્ષથી લાભની શક્યતા છે. લોન પ્રાપ્ત થઈ શકે છે. આત્મવિશ્વાસમા વધારો થાય. કન્યા રાશિના જાતકો માટે સૂર્યદેવનુ ગોચર જન્મના ચંદ્રથી પંચમ ભાવ પર રહેશે. આ જાતકોને પેટની તકલીફ થઈ શકે છે. સંતાનો સાથે વિવાદ-મતભેદની શક્યતા છે. અમુક ખોટા નિર્ણયો થઈ શકે છે.
વિદ્યાર્થી જાતકોએ વધુ મહેનત કરવી જોઈએ. તુલા રાશિના જાતકો માટે આ ગોચર અશુભ હોય શકે છે. માતા સાથે ઘર્ષણ- વિવાદ તથા માનસિક તણાવ-અશાંતિની શક્યતા છે. મિલકત- વાહન ના ખરીદ-વેચાણમા નુકસાન-નડતર કે વિલંબની શક્યતા છે. મિથ્યા આરોપ કે કાવતરાનો ભોગ બની શકો છો.સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખવુ.
વૃશ્ચિક રાશિના જાતકો માટે ચંદ્રથી ત્રીજે સૂર્યદેવનુ ગોચર શુભ સાબિત થઈ શકે છે. આપના આત્મવિશ્વાસ અને આનંદમા વધારો થાય એવી શક્યતા છે.આવક વધે તથા નવા-ઉપયોગી સંપર્કો બને એવી શક્યતા છે. કોમ્યુનિકેશન તથા વાટાઘાટોથી અમુક કાર્યોમા સફળતા પ્રાપ્ત થાય એવી શકયતા છે. યાત્રા-પ્રવાસ અને કોઈ શુભ સમાચારની પણ શકયતા છે.
ધન રાશિના જાતકોએ આર્થિક બાબતો તથા નાણાકીય લેવડદેવડમા ધ્યાન રાખવુ.નાણાકીય ગણતરીઓ ખોટી પડી શકે છે. વાણીના કારણે ગેરસમજ કે વિવાદ થઈ શકે છે.કૌટુંબિક અશાંતિની પણ શક્યતા છે. વધુ ખર્ચ થઈ શકે છે. મકર રાશિના જાતકોએ સ્વાસ્થ્યને ધ્યાન રાખવુ. માનસિક અશાંતિ તથા પેટમા તકલીફ થઈ શકે છે.
રોજિંદા કાર્યોમા નડતર-વિલંબની શક્યતા છે. પ્રવાસ પણ શક્ય છે. કુંભ રાશિના જાતકો માટે આ સમય કઠણ પુરવાર થઇ શકે છે. માનસિક તણાવ-અશાંતિ તથા નાણાકીય નુકસાનની શક્યતા છે. ખર્ચ વધે તથા કાર્યોમા નિષ્ફળતા મળી શકે છે. મિત્રો- સંબંધીઓ સાથે વિવાદ-ગેરસમજ થઈ શકે છે. મિથ્યા આરોપ તથા સરકારી અને કોર્ટ-કચેરીના કાર્યોમા પીછેહઠ કે પરાજયની શક્યતા છે.
મીન રાશિના જાતકો માટે વેપારમા લાભ તથા આવકમા વધારો થઇ શકે છે. નોકરીમા પ્રમોશન, પગાર વધારો તથા પદ- પ્રતિષ્ઠામા વધારો થઇ શકે છે. મિત્રો તથા મોટા ભાઈ-બહેનોનો સપોર્ટ મળે તથા અટકેલા કાર્યો પણ સંપન્ન થાય એવી શક્યતા છે. આ ગોચર દરમિયાન મિથુન, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોએ તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના દિવસે વિશેષ ધ્યાન રાખવુ.
ઉપરોકત ફળકથન આપની જન્મરાશિથી સૂર્યદેવના મકર રાશિમા ગોચર પર આધારીત સામાન્ય ફળકથન છે. સચોટ ફળકથન માટે આપની જન્મકુંડળીમા સૂર્યદેવની રાશિ તથા સ્થિતિ, અન્ય ગ્રહો-યોગો તથા અન્ય સંબંધીત પરિબળો પર પણ વિચાર કરવો જોઈએ.
લેખક – સંત એસ. બારોટ