અનુજ ઠાકર
ટાફ ગ્રુપ દ્વારા ફરી એકવાર સ્ટેન્ડઅપ કોમેડી શો પહેલાં ફટાફટી અને હવે ‘ફટાફટી – સિઝન – 2’ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે ગત ૩૧ મે ૨૦૨૫ના રોજ આયોજન કર્યું અને સફક્ષ રહ્યું. આ પહેલાં અને પહેલો ‘ફાટફટી’ એ સિંધુ ભવન ખાતે આવેલ ટી પોસ્ટ પર યોજાયો હતો અને તેને અદભૂત ઔતિહાસિક સફળતા મળી હતી. ફરીએકવાર આવી જ ઔતિહાસિક સફળતા ગીફ્ટ સીટી ક્લબમાં આયોજિત ફટાફટી-સિઝન ૨માં પણ જોવા મળી. ગીફ્ટ સીટી ક્લબના સભ્યો જતાં જતાં કહીને ગયાં કે ફરીવાર પણ આ શો રાખજો. ટાફ ગ્રુપ હંમેશાથી પોતાની આગવી માર્કેટિંગ વ્યૂહરચના માટે જાણીતું છે. સૌપ્રથમ મોજ રે…પછી મેઘા રે…જેવા મોટાપાયે કવિ સંમેલન કરી સહુ કોઇને ચોંકાવી દીધાં હતાં. ફરીએકવાર કંઈક નવું કરવું હતું એટલે સ્ટેન્ડઅપ કોમેડી એ પણ એકદમ ક્લીન; પરીવાર સાથે બેસીને જોઈ શકાય એવો એક શો ડિઝાઇન કર્યો અને જેનું નામ આપ્યું ‘ફટાફટી’ પહેલો અને બીજો બન્ને શો સફળ રહ્યાં અને હવે ટુંક સમયમાં ત્રીજા શોની પણ જાહેરાત થશે. અને મને અંદરખાને વાત મળી છે કે ફટાફટી હવે ઈન્ટરનેશનલ કક્ષાએ પણ જશે, દુબઈ કે કેનેડા જે પહેલા સ્પોન્સર કરે ત્યાં આ શો કરવામાં આવશે. ચાલો ગાંધીનગર ગીફ્ટ સીટી ક્લબમાં યોજાયેલ શો વિશે વાત કરીએ.
ધારેશ શુક્લ : એટલે લેખક, દિગ્દર્શક અને અભિનેતા જેમણે ફટાફટી અને ફટાફટી સિઝન – 2 બન્નેનું સફળ મંચ સંચાલન કર્યું. ધારેશભાઈ ને ખબર નહીં હોઈ પણ તેઓ પણ જાતે પણ સ્ટેન્ડ અપ કોમેડી કરી શકે એટલાં સક્ષમ છે અને આ વાત તેમના સંચાલનથી ખબર પડી. લેખક અભિનેતા અને દિગ્દર્શક તો સારા છે જ સાથે સાથે હોસ્ટ પણ ખૂબ સારા છે. કહેવાય છે કે કોઇપણ ઇવેન્ટમાં લોકોને એંગેજ રાખવા કે કાર્યક્રમના અંત સુધી જકડી રાખવાનું કામ અઘરું હોય છે લોકો કંટાળી ન જાય એ ધ્યાન રાખવાનું કામ હોસ્ટનું હોય છે અને આ કામ એકદમ સફળ રીતે જેમણે નિભાવી જાણ્યું હોય તો તે છે ધાશેશ શુક્લ…
જીગર રાણા : હજી તો ‘ફટાફટી’ પુરું જ થયું હતું અને તેની સક્સેસ પાર્ટીમાં તો જાણવાં મળ્યું કે ગાંધીનગર, ગીફ્ટ સીટી ક્લબમાં આનો આજ આખેઆખો કાર્યકમ જીગર રાણાએ બુક કરી લીધો છે. આજ કલાકારો સાથે તેમણે ગીફ્ટ સીટીમાં સ્ટેન્ડઅપ કોમેડી શો કરવા માટે આમંત્રણ આપ્યું. જેવું તેમનું નામ છે એવી તેમની જીગર છે. કાર્યક્રમના દિવસે ગીફ્ટ સીટી ક્લબમાં સરસ સ્ટેજ, સ્પીકર, લાઈટીંગ અને વ્યવસ્થા એકદમ મસ્ત રીતે ગોઠવાઈ ગયેલી હતું. ગીફ્ટ સીટી ક્લબના મેમ્બર્સથી હોલ ખીચોખીચ ભરાઈ ગયેલ જેને જોઈને લાગતું કે જીગરભાઈ એ લોકોને હસાવવા માટે કેટલું સુઆયોજિત કાવતરું ઘડેલું છે. જીગરભાઈ ખૂબ સરસ આયોજન, યોગ્ય વ્યવસ્થા અને આપની હાજરી માટે આભાર…..
તન્મય શેઠ, ટાફ અને ટાફ સોશિયલ મીડિયા ટીમ : એક સોશિયલ મીડિયા વોહ્ટસેપ ગ્રુપને શહેરમાં એક અલગ કક્ષાએ લાવીને મૂકી દીધું હોય તો એ છે તન્મય શેઠ… તેમની કુશળતા, સંચાલન નીતિઓ, માર્કેટીંગ, ક્રિએટિવ ડીઝાઇન અને વિચારો અને મેનેજમેન્ટના સમન્વયથી આજે ‘ટાફ’ ગ્રુપ આજે શહેરમાં જાણીતું બની ગયું છે. કોઈપણ ઇવેન્ટ હોય તો તન્મયભાઈ સાથે ખભાથી ખભો મિલાવીને ટાફની સોશિયલ મીડિયા ટીમ કામે લાગી જાય છે જેમાં ઓનલાઇન મદદ કરવાની હોય કે પછી ગ્રાઉન્ડ લેલવે ફીઝીક્લ હાજરી આપીને મદદ કરવાની હોય તે હંમેશા હાજર હોય છે. તન્મયભાઈ દરેક ઇવેન્ટની સફળતાનો શ્રેય સોશિયલ મીડિયા ટીમને આપતા હોય છે. પણ હકિકત એ છે કે જ્યારે કોઇપણ ટીમ જીતે તો તેના કેપ્ટનનું કામ મહત્વનું હોય છે અને જીતનો શ્રેય કપ્તાનને આભારી હોય છે અહીંયા પણ બહુ એવું જ છે. સોશિયલ મીડિયા ટીમના કપ્તાન તન્મયભાઈ અને દર્શિનીભાભી છે. ફટાફટી માં એટલી બધી મહેનત સાથે માર્કેટિંગ કર્યું કે બીજી ઇવેન્ટ ફટાફટી સિઝન – 2 માં ખાસ માર્કેટીંગ કે મહેનતની જરૂર જ ન પડી. કહેવાય છે ને ખાલી નામ જ કાફી છે છે…’ફટાફટી’ ‘ટાફ’…..
શ્રુજલ દોશી : ‘ફટાફટી’ માં તો મજા કરાવી જ હતી. ગાંધીનગર ફટાફટી સિઝન -2 માં એવી જ મજા કરાવી. આમ તો શ્રુજલ જોડે મારે આમ કાંઈ ખાસ ઓળખાણ નથી જુની હમણાં આ પ્રોગ્રામના કારણે જ મળ્યાં છીએ. પણ વિચારો કે મેચમાં ઓપનિંગ બેટ્સમેન કેવો હોય?! બસ એવા જ છે શ્રુજલભાઈ…. ગાંધીનગર ફટાફટી સિઝન – ૨ માં શરુઆત એમનાથી જ થઈ હતી. પહેલાં જ પરફોર્મન્સમાં લોકોને મજા આવી ગઈ એટલે તેમને ખાત્રી થઇ ગઈ કે આગળ પણ મજા જ આવશે…..
કમલેશ દરજી : KD Live નામથી ઘણાં વખતથી સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એટલે તેમની ઓળખાણ તો હતી જ મને, ઘણીવાર તેમના વીડિયો જોયાં હતાં, પણ રુબરુ મળવાનું ફટાફટી વખતે થયું. ગાંધીનગર ગીફ્ટ સીટીમાં તેમણે વટ રાખ્યો. એક પછી એક એવા એવા ટુચકાઓ કહ્યા કે લોકો પેટ પકડીને હસ્યાં. કમલેશભાઈ આમ માનવજીવનના અભ્યાસુ વ્યક્તિ છે એટલે રોજબરોજની ઘટનાઓ અથવા તો જીવન સાથે જીવાતી ઘટનાઓમાંથી હાસ્ય ઉત્પન્ન કરીને રજું કરી શકવાની કળા ગજ્જબની છે.
તાહા મન્સૂરી : તાહા મન્સૂરી એટલે કવિ તાહા મન્સૂરી, જેમનાં સોશિયલ મીડિયા પર ઘણાંય નાના મોટાં ડખ્ખાઓ ચાલતાં હોય છે. આમ અમુક લોકો જે ઓળખતાં નથી તેમની નજરે વિવાદાસ્પદ વ્યક્તિ છે પણ જે મિત્રો છે અને ઓળખે છે તેઓ જાણે છે કે તાહા સારો કવિ અને એથીય સારો માનવતાવાદી માણસ છે. ફટાફટીમાં તાહા બે વખત નાઈન્સાફ થઈ. પહેલીવાર જ્યારે રાખવામાં આવી ત્યારે અકસ્માતનાં કારણે પરફોર્મન્સ ન આપી શક્યો બીજીવાર તારીખ આવી શો કેન્સલ થયો પણ આખરે ગાંધીનગર ગીફ્ટ સીટી ક્લબમાં મંચ મળ્યું અને તાહાએ શેરો-સાયરી સાથે હ્મુમરથી ભરેલી વાતો કરી માહોલ હાસ્યમય બનાવી દીધો હતો. ધારેશભાઈ કહ્યું કે તાહા પોમોડી કરશે! મનેય એમ હતું કે આ શું પાછું નવું? પછી ખબર પડી કે કવિતા અને કોમેડીનું મિક્ષણ એટલે પોમોડી…આમ તો અમારે ડીલ થઈ હતી કે તાહા ચાર પાંચ વાર મારું નામ બોલશે સ્ટેજ પરથી જેથી કોઈના ધ્યાનમાં હું આવું અને મારું ગોઠવાઇ જાય….એના બદલામાં મારે વખાણ કરવાનાં હતાં જે થઈ ગયાં. 🤪
યોગેશ જીવણી : યોગેશભાઈ કાર્યકમ પહેલા ઘણાં નર્વસ હોઈ છે પણ જેવાં સ્ટેજ પર ચડે પછી ભલભલા કાર્યકમમાં રોનક લાવી દે છે એ પછી કાર્યકમ હોસ્ટ કરતાં હોય કે પછી પરફોર્મન્સ તરીકે રજુ થતાં હોઈ પણ જે પણ આપે તે ગજ્જબ આપે… ક્રિકેટમાં જેમ ઓલરાઉન્ડર હોય તેમ યોગેશભાઈ ઓલરાઉન્ડર પ્લેયર છે. તેમને કવિતાઓ પણ આવડે, એન્કરિંગ પણ કરી જાણે અને સ્ટેન્ડ અપ કોમેડી પહેલાવાર કરે તોય ખબર ન પડવા દે કે પહેલીવારનું છે અને પાછું એક્ટિંગ તો ખરી જ…ત્રણ જેટલી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. ફટાફટી સિઝન – ૨ માં પણ યોગેશભાઈ ધમાલ મચાવી દીધી, પતિ પત્ની પરનાં જોક્સ પર લોકો દિલ ખુલીને હસ્યા છે એ જોઈ શકાતું હતું. યોગેશભાઈ ના તો કોઈ એક્ટર છે કે ના કોઈ કવિ, ના તો કોઈ એવી આર્ટની પ્રોફેશનલ લાઈનમાંથી આવે છે એ પણ તમારા ને મારા જેવા સામન્ય ઓડિયન્સમાંથી જ આવે છે જે ખાલી કોઇપણ આર્ટને માણી શકે છે. પણ યોગેશભાઈ પોતાની કાબિલયતના જોરે કાબિલેદાદ કામ કર્યું છે.
વિનય દવે : હાસ્યકલાકાર, અભિનેતા, દિગ્દર્શક અને એવું તો ઘણુંય જેમનાં નામ સાથે લખી શકાય તેવા વિનય દવેની વાત જ નિરાળી છે. વિનય દવેને આમ તો ઓળખાણની જરૂર નથી, છતાં તેઓ એકસાથે અનેક કામો કરવા માટે જાણીતા છે, એટલે કે ટેલેન્ટની દ્રષ્ટિએ, તેઓ પોતે ગીતકાર છે, લેખક છે, એક્ટર છે, તેમણે ફિલ્મ્સ લખી છે, સિરિયલ્સ માટે લખ્યું છે. ગીતકાર તરીકે બોલીવૂડમાં જે ગીત સખત પોપ્યુલર બન્યું એ ગીત એટલે, ‘મેરી મરજી.. મેં ચાહે યે કરું.. મેં ચાહે વો કરું..’. આ ગીત મૂળે તો ગુજરાતીમાં તૈયાર થયું હતું અને પછી ફિલ્મ માટે એ હિન્દીમાં પણ બન્યું. કોમેડી લખવામાં અને પછી કોમેડીને અલગ-અલગ ફોર્મેટમાં રજું કરવામાં વિનયભાઈને ફાવટ આવી ગઈ હોય એમ તેમણે અનેક સ્ટેન્ડ અપ કોમેડી શો કર્યા છે. એકદમ પ્રોફેશનલ લેવલે તેમણે શો કર્યા છે. ભારત અને વિદેશમાં પણ તેમનાં કામ વખણાય છે. આવા મોટા ગજાના કલાકાર જ્યારે ફટાફટીના સ્ટેજ પર હોય ત્યારે કંઈ બાકી રહે? વિનયભાઈ ગાંધીનગરમાં પણ મોજ જ કરાવી દીધી….. એમાંય વિનયભાઈ પેલાં બેન્કોનાં લોન લેવા માટેના ખોટા કોલ આવે તો શું કરવું એ કહેતાં હતાં ત્યારે મારી બાજુમાં બેઠેલી છોકરી હસીહસીને ગાંડી બની ગઈ હોય એવું લાગતું હતું અને ત્યાં હાજર બધાંને એજ મજા આવી હતી એ પણ મહેસુસ થતું હતું.
જિતેન્દ્ર ઠક્કર : ગુજરાતના કલાપ્રેમી જનતા માટે આ નામ જરાય અજાણ્યું નથી. અનેક નાટકો, ટી.વી સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કરીનેને દર્શકોનો દિલ જીત્યા છે. તેમાંથી ઘણી બધી સિરિયલો અને ફિલ્મો તો તેમણે પોતે પણ લખી છે. આપણે નાના હતાં ત્યારે એક ડાળના પંખી હોય કે ગમ્મત ગુલાલ હોય કે પછી એવી તો અનેક સિરિયલોમાં મુખ્ય ભૂમિકામાં કામ કર્યું છે. તેમણે નવરી બજાર નામનું પુસ્તક પણ લખ્યું છે. તેઓનાં હાસ્યલેખ પણ ખૂબ પ્રચલિત છે. આવા દિગ્ગજ કલાકાર જ્યારે ફટાફટીના મંચ પરથી સ્ટેન્ડ કોમેડી કરતાં હોય ત્યારે એ માણવાની કેવી મજા આવે…અને એવું જ ફટાફટી સિઝન – 2 માં થયું લોકોને ખૂબ મજા પડી અને ખૂબ હસ્યાં. તેઓએ ઓરજીનલ અવાજ બદલીને જે રીતે કોમેડી રજું કરી તેમાં પણ લોકોને ખૂબ મજા આવી. ઘણાં તો કહેતાં હતાં કે આ તો કપિલ શર્માના શો માં ભારતી નાના છોકરાનો અવાજ કાઢીને કોમેડી કરે છે એવું જ કરે છે જિતેન્દ્ર ઠક્કર…પણ મનેય પછી ખબર પડી કે ઓરીજનલ વર્ઝન તો જિતેન્દ્ર સાહેબનું છે ભારતીએ તેના પરથી ઈન્સપાઈર થઈને કોપી કર્યું છે. બહું મજા કરાવી ગીફ્ટ સીટી ક્લબના સભ્યોને જે યાદ રહેશે એમને…..
સૂરજ બરાલીયા : સંજોગોવસાત હાજર ન રહી શક્યાં પણ એ પણ ફટાફટીમાં પરફોર્મન્સ આપી ચુક્યા છે, અને ફટાફટી સિઝન – 2માં પરફોર્મર તરીકે તો હતાં પણ છેલ્લાં સમયે અનુકૂળ ન થયું એ દિવસે એટલે હાજરી ન આપી શક્યા પણ એમને યાદ કરવા જરુરી છે. તેઓ તો પ્રોફેશનલ સ્ટેન્ડ અપ કરે છે. આમ સાંભળવાની મજા આવે કારણ કે તમને એમની કોમેડીમાં ઓલા હિન્દી વાળા સ્ટેન્ડ અપ કોમેડીની ઝલક જોવા મળે…..
ગાંધીનગર ગીફ્ટ સીટી ક્લબના મેમ્બરોનો ખાસ આભાર કે એકદમ સમય પર હાજર થઈ ગયા અને છેક છેલ્લે સુધી શો ને માણ્યો. ખરેખર અમનેય ખૂબ મજા આવી. ગાંધીનગર ગીફ્ટ સીટી ભલે બીજી કોઈ વાત માટે પ્રખ્યાત હોય પણ હવે ફટાફટી માટેય જાણીતું થશે એ નક્કી….
આ બધામાં સૌથી મહત્વની વાત એ હતી કે સ્ટેન્ડ અપ કોમેડી તમારે મન એવું હશે કે કોઈ એક વ્યક્તિ આવે અને બે ત્રણ કલાક સ્ટેજ પરથી બોલીને તમને હસાવે પણ ફટાફટી એક અલગ કોન્સેપ્ટ પર છે જેમાં એક કરતાં વધારે લગભગ ૬-૮ લોકો પર્ફોર્મ કરવાનાં હોય છે. દરેકને ચોક્કસ સમય આપવામાં આવ્યો હોય છે. અને મહત્વની વાત કે આ સ્ટેન્ડ અપ એકદમ ક્લીન હોય છે જેને પરીવાર સાથે બેસીને પણ માણી શકાય છે.