Entertainment

રિલેશનનું રિલેશનશિપ એ જિંદગીનું મૂલ્ય છે.

જિંદગી નું સરવૈયું

રિલેશનશિપ એટલે એવો સબંધ જેમાં કોઈ મોલ ન હોય સમયના અભાવે તે અલગ અલગ રીતે બદલાતો રહે છે ક્યારેક ઘણો લાંબો તો ક્યારેક ઘણો ટૂંકો સબંધ બની જાય છે.

રિલેશન હવે એવું બનતું જાય છે કે તમે જ્યાં વધુ રહો ત્યાં માન ઘટે છે પણ જ્યાં ઓછું જાવ ત્યાં જ સબંધ બને છે પણ આ સબંધની માયાજાળ આખી અલગ છે જે સમય સંબંધોની સાથે બદલાતી રહે છે.

રિલેશનનું રિલેશનશિપ

આપણે ક્યાં કેવી રીતે સબંધ નિભાવીએ છીએ એ જાણવા માટે આપણે સબંધના બંધન જોવા પડે એને પરખવા પણ પડે કોણ કેવું હોય તે જોયા વિના છૂટકો નથી સંબંધની દોર એટલી પાતળી હોય છે કે જો તેમાં તમે ઢીલ મૂકો તો પણ તકલીફ અને કસથી પકડો તો પણ તકલીફ પડે છે.

સંબંધોની માયાજાળ એ આજકાલની પેઢીને ન સમજાય પણ ઘરના વડલાઓ સારી રીતે જાણે છે કારણ કે તેમના સમયનું માન કે કટ્ટર દુષમની પણ લોકો પર ભારી પડતી હતી ત્યારનો માહોલ અને અત્યારનો સમયમાં ઘણો ફેર છે.

ટૂંકમાં કહીએ તો સબંધનું મહત્વ સમજવું એટલું આસાન નહિ જેટલું દેખાય છે સબંધને સમજવા માટે આપણે આપણા ઘણા દાયરાઓ જોવા પડે અને એ દાયરાની અમુક ગરિમા હોય છે જ્યાં વ્યક્તિ સાથેના સબંધની વાત થાય છે આમ પણ સબંધ સમજવા માટે આપણે બધા સબંધનું અવલોકન કરવું જોઇએ અને કરશું વધુ સારી રીતે આપણે આ સબંધ એટલે કે રિલેશનની જાણકારી મેળવશું.
હાલ હું મારી કલમને વિરામ આપું છું વધુ જાણકારી આવતા અંકમાં જોઈશું

જય શ્રી કૃષ્ણ. એક વિચાર- સબંધ એક લીટી છે પણ એના માપ માટે આપણે પોતાનું અવલોકન કરવું જોઇએ.

  • ગાયત્રી પટેલ સુરત
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *