Breaking NewsEntertainment

પ.પૂ.સંતશ્રી જાયારામ બાપની 113મી પુણ્યતિથિ નિમિત્તે ઉસરડ ખાતે યોજાયેલ ડાયરમાં કીર્તિદાન ગઢવી દ્વારા મિશન ભારત રત્ન અભિયાનને સમર્થન આપવામાં આવ્યું.

પ.પૂ.સંતશ્રી જાયારામ બાપની 113મી પુણ્યતિથિ નિમિત્તે ઉસરડ ખાતે યોજાયેલ ડાયરમાં કીર્તિદાન ગઢવી દ્વારા મિશન ભારત રત્ન અભિયાનને સમર્થન આપવામાં આવ્યું.

તેમજ અભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલીયા દ્વારા કીર્તિદાન ગઢવીને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા આપવામાં આવી અને કીર્તિદાન ગઢવી દ્વારા લોકડાયરના જાહેર મંચ પરથી મિશન ભારત રત્નને સમર્થન અને બિરદાવવામાં આવ્યું

અને સરકારને પણ જલ્દીથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે એવું ખાસ ઉમેર્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ મોરી અને પત્રકાર દેવરાજભાઈ બુધેલીયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

છેલ્લા બે અઢી વર્ષથી ભારત રત્ન મિશન શિહોર ગામના જીગ્નેશભાઈ કંડોલિયા દ્વારા અનેક લોક સાહિત્યકાર, હાસ્ય કલાકારો,રાજકીય આગેવાનો, સાધુસંતોને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તે માટે તમામ પ્રકારના અભિયાનો તેમજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેટવોકથી લઈને તાજ જીતવા સુધી ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો

કપિલ પટેલ દ્વારા જયપુર / જ્યારે ભારતના દરેક રાજ્યમાંથી આવેલા પ્રતિભાગીઓ આકર્ષક…

‘જબ્બર પ્રેમ’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

રિપોર્ટ અનુજ ઠાકર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે…

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

જી સ્ટુડિયોમાં આયોજિત બ્યુટી પેજન્ટમાં મિસિસ, મિસ અને ટીન કેટેગરીમાં તાજ જીતવા…

1 of 402

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *