Crime

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ચીટિંગના કુલ પાંચ ગુનાના આરોપીને રૂપિયા- ૨૬૦૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી આરતી પાંડેસરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં અ-પડત ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અનુસાર

પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.કામળિયાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર ડી. ડી.ચૌહાણ અને સર્વલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન હરપાલસિંહ દીપસિંહ, દિગ્વીજયસિંહ અજીતસિંહ અને સિધ્ધરાજસિંહ ભારતસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે એક ઇસમ એક વગર નંબર ની કાળા કલરની મોટરસાયકલ લઈને ભેદવાડ દરગાહ પાસે રોડ ઉપર ઉભેલો છે જે ઈસમ લોકોને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ચોરી કરવાની ટેવવાળો છે

જે ચોરીના દાગીના સાથે ઉભેલ છે જે મળેલ બાતમીની હકીકત મેળવી ટીમ બનાવી બાતમી વાળી જગ્યા પર જઈ આરોપી કરાર અલી હજુરઅલી જાફરી ઉમર 32 રહે ન્યુ ઇદગાહ કોલોની ખેડકા ભુસાવલ જલગાવ મહારાષ્ટ્ર તથા દેવગુની કોલોની સેમલીયાગામ તાલુકા સેંધવા જિલ્લા બળવાની મધ્ય પ્રદેશનો ઈસમને પકડી પાડી તેની પાસેથી સોનાના દાગીના તથા એક મોટરસાયકલ મળી રૂપિયા 2,60,000 ના મુદ્દામાલ સાથે પગલી પાડી

આરોપીની પૂછપરછ કરતા તેને જણાયેલ કે પોતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારના મંદિરમાં જઈ  પુજારી કે આજુબાજુમાં બીજા કોઈ વ્યક્તિ મળી આવે તો તેઓને ગુપ્ત દાન આપવાની વાત કરી ગુપ્ત દાન પેઠે આપવાના રૂપિયા સોનાના દાગીના સ્પર્શ કરવાનું કહી લોકોને વિશ્વાસમાં લઈ તેઓની નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરી પોતાના વતન એમપી ભાગી જતો.હોવાની હકીકત સામે આવી છે.પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *