Entertainment

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે.

જે અન્વયે સિદ્ધપુરની હરિ ક્રિષ્ન ફાર્મ મુકામે માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમને સિદ્ધપુરની જનતા માટે માતૃવંદના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.

બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીર અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે સિદ્ધપુરની જનતાને સંગીતની તરબોળ કરશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,માતૃતર્પણ માટે ભારતમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુરમાં આવે છે. આ સિદ્ધપુરમાં ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુના બિંદુથીમાંથી નિર્માણ થયેલ છે.

માતૃતર્પણ માટે પ્રખ્યાત સ્થળ બિંદુ સરોવરમાં દર વર્ષે ભક્તોનો વધારો થતો રહે છે. એવું કહેવાય છે કે જેમને સારા કર્મો કર્યા હોય તેઓનો જન્મ સિદ્ધપુરમાં થાય છે. આ ભવ્ય ઇતિહાસ, વારસો, પરંપરા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

ભગવાને સર્જેલ પરંપરા અહીં સંજીવિત બની છે. સરસ્વતી નદીના કાંઠે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. અહી તમને વાસ્તવિકતાના દર્શન થશે. ટુંક સમયમાં સારી વ્યવસ્થાનું નિર્માણ થશે. વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ સિદ્ધપુરમાં વહેતી સરસ્વતી નદીના કિનારે નંદનવન બનશે તેમની આપણને ખાત્રી આપી છે. બિંદુ સરોવર, સરસ્વતી નદીના કિનારે આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થશે.

વિશ્વના લોકો અહી શાંતિ મેળવવા માટે આવશે. અહી જ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય થયો છે. સિદ્ધપુર ખાતે યોજવામાં આવી રહેલા માતૃ વંદના કાર્યક્રમમાં સિદ્ધપુર નગરજનો ધાર્મિક ઇતિહાસથી વાકેફ થશે તેની મને ખાત્રી છે.

માતૃ વંદના કાર્યક્રમમાં વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે સિદ્ધપુરની પાવન ભૂમિમાં બીજી વાર આવવાનું થયું છે. પ્રથમ વાર ગુજરાત રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમયમાં સિધ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણા વખતે આવવાનું થયું.

ત્યારબાદ આજે માતૃવંદના કાર્યક્રમમાં આવવાનું થયું. આજે સિધ્ધપુર વિકાસનું પર્યાય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે.

વડાપ્રધાન વિકાસની સાથે વિરાસત ઉપર ભાર આપે છે. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મેળાઓ, સાંસ્કૃતિક વિરાસત, પરંપરાઓ મહત્વનું સ્થાન મળતા આ સંસ્કૃતિએ આગવી ઓળખ ઉભી કરી છે. ભગવાન વિશ્વકર્મા અહીં શ્રીસ્થળ નામનું નગર નિર્માણ કર્યું હતું જેને સિદ્ધરાજ જયસિંહના નામ સાથે જોડાણ થતાં તે સિદ્ધપુરમાં પરિવર્તિત થયું.

વડાપ્રધાન કહે છે કે આપણે વિરાસતને ક્યારે ના ભૂલવી જોઈએ. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આપણી પેઢી ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ સાથે જ માતૃ વંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સાથે હાસ્ય કલાકાર હિતેશ અંટાલા જોડાયા હતા. જેમને હાસ્ય દ્વારા લોકોને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઇ હતી. માતૃ વંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સૂરમાં સિદ્ધપુરની જનતા રંગાઈ ગઈ હતી.

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં ‘માતૃ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે.

આજરોજ આયોજીત ‘માતૃ વંદના’ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનીતાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પૂર્વ પાટણ જિલ્લા પંચાયત પ્રમુ ભાનુમતિબેન મકવાણા, સંગઠનના હોદ્દેદારો ડૉ. દશરથજી ઠાકોર, શંભુભાઇ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઇ, સિદ્ધપુર પ્રાંત અધિકારી, સિદ્ધપુર મામલતદાર, રમત ગમતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *