Entertainment

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ફટાફટ ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

(ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા સ્વામી વિવેકાનંદ જી ની જન્મ જયંતી ની અનોખી ઉજવણી કવિ મિત્રો દ્વારા )

તારીખ 12 જાન્યુઆરી 2023 ગુરુવાર ની વહેલી સવારે સાત વાગ્યાથી 9:30 સુધી ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો. કાર્યક્રમના મુખ્ય મહેમાન આરતી તિવારી સનત માતૃકા વિવેક સાહિત્યિક મંચ દિલ્હી થી ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદના આભા મિશ્રા પ્રતાપગઢ એ કરાવી હતી. બંને મહાનુભાવો નો પરિચય અધ્યક્ષ ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો વોટશોપ મંચ 355થી ખીચોખીચ ભરેલું હતું. કુલ 36 કવિ મિત્રોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી

અસંખ્ય કામોમાં હોવા છતાં સુનિલ દત્ત મિશ્રા ફિલ્મ એક્ટર રાઇટર છત્તીસગઢ દ્વારા વિડિયો ના માધ્યમથી અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ ને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વામી વિવેકાનંદ જી ના જન્મ દિવસ તથા યુવાનો વિશે મણિલાલ શ્રીમાળીમિલન દ્વારા સમજાવ્યું હતું. કાર્યક્રમને અંતે આભાર વિધિ અન્નતરામ ચૌબે જબલપુર દ્વારા કરાવવામાં આવી હતી.

રાષ્ટ્રગાન ઉષા દાવડાદ્વારા. ચાલુ કાર્યક્રમની અંદર જ સુંદર ડિજિટલ સુંદર પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું સહયોગ નિલેશ રાઠોડ નીલ જી પ્રિતી પરમાર પ્રીત જી નો આભાર .

રચના રજૂ કરનાર કવિ મિત્રો બિહાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ ઓરિસ્સાના કવિ મિત્રોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી અંતે ભારત માતાની જય સાથ છૂટા પડ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *