Gandhinagar

ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ ૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી અને આજે વધુ ૨૬૧ એ.એસ.આઇને બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઈને પી.આઈ, ૩૯૭ એ.એસ.આઈને પી.એસ.આઈ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં આજે તા. ૦૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ વધુ ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે અને કર્મચારીઓના મનોબળમાં વિશેષ વધારો થયો છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો પણ છે. વર્ષ ૨૦૨૪ની આ સિદ્ધિ અને વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ વડા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં…

રાજ્યપાલએ સ્મૃતિભેટ અર્પણ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાજભવનથી ભાવભીની વિદાય આપી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતની ચાર દિવસની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ…

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં ટૂંકુ રોકાણ. એરપોર્ટ પર કરાયું સ્વાગત

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *