Gandhinagar

ગાંધીનગરના સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાં દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: “સૌ ભણે, સૌ આગળ વધે”ના સંકલ્પથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરના સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર ખાતેથી વિવિધ પાંચ દિવ્યાંગ શાળાના ૩૪ બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી.

દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, બાળકોના શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. દિવ્યાંગ બાળકોને અગ્ર હરોળમાં લાવવા માટે યોગ્ય શિક્ષણ આપી તેમને સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

મંત્રીએ દિવ્યાંગ શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારા સાથે જોડવાનું શ્રેષ્ઠ કાર્ય દિવ્યાંગ શાળાના શિક્ષકો કરી રહ્યાં છે. બાળકોને સમજવા અને તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ પણ આ જ શિક્ષકો કરી રહ્યાં છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે ૧૨૮ શાળાઓ કાર્યરત છે. એક શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવે છે. વર્ગનું કાળું પાટિયું અનેકના જીવનમાં પ્રકાશ રેલાવે છે. આજે આપણે એવા દિવ્યાંગ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીએ છીએ કે જેમના જન્મથી જ કંઈક ત્રુટિ રહી ગઈ હોય, તેમના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવવાનું કામ આપણે કરવાનું છે.

આ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ વૃક્ષારોપણ કરી શાળામાં ઉપસ્થિત વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

મંત્રી સહિતના મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા બાળકોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા , સામાજિક ન્યાય અને અધિકારીતા સચિવ મોહમ્મદ શાહી, સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક વિક્રમસિંહ જાદવ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગ્રામીણ સ્વ સહાય જૂથ-સખી મંડળોને લોન-ધિરાણ આપવાની પ્રક્રિયા સહકારી બેંકો સરળતા સાથે વેગવાન બનાવે: મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની કો-ઓપરેટીવ બેંકોને…

સાબરમતી નદીના જળસ્તરમાં વધારાની સંભાવના: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નદી કિનારે ન જવા અપીલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીના કિનારે આવેલા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *