ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે હર ઘર તિરંગા યાત્રા સંદર્ભે કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ,ધારાસભ્યઓ, જીલ્લા પ્રમુખઓ,જીલ્લાના પ્રભારીઓ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ, ગુજરાતના તિરંગા અભિયાનના સંયોજક પરેશભાઇ પટેલ અને સહ સંયોજક વિશાલભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યશાળામાં સંબોધતા જણાવ્યું કે, હર ઘર તિરંગા અભિયાન ઘર ઘર સુઘી પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કાર્ય કર્યુ છે. આજે હર ઘર તિરંગાની કાર્યશાળમા અભિયાનના રાષ્ટ્રીય સહ સંયોજક વિ.ડિ.શર્માજી વિશેષ ઉપસ્થિત રહી આપણા સૌનો ઉત્સાહ વધાર્યો છે અને ખૂબ સારુ માર્ગદર્શન પણ આજે આપણે આપ્યું છે.
હર ઘર તિરંગા અભિયાન વધુમાં વઘુ યુવાનો સુઘી પહોંચે તે માટે યુવા મોરચા દ્વારા પણ ખાસ આયોજન કરાયુ છે. આ અભિયાન થકી ઘરે ઘરે આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકે તેમજ યુવાનોમા દેશપ્રેમ જાગે આપણા દેશને આઝાદી મેળવવા જે જે વિર જવાનોએ બલિદાન આપ્યુ છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. દેશના દરેક રાજયોમા ભારતીય જનતા પાર્ટીનું સાશન આવે ત્યા સુધી પાર્ટીના દરેક કાર્યકર્તાએ સતત કાર્યરત રહેવું જોઇએ. આપણે સૌ 2047મા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહીએ તે માટે પણ વિનંતી કરી.
પ્રેસ મીડિયાને સંબોધતા વિ.ડિ.શર્માજીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાહન પર ભારતીય જનતા પાર્ટી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહ્યુ છે આ અભિયાન થકી દેશભક્તિ વધે તે માટે પ્રયાસ કરવાનો છે. આમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ સહિતના નેતૃત્વ સાથે મળી આ અભિયાનને સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હરઘર તિરંગા અભિયાનની બેઠક યોજાઇ હતી જેમા જિલ્લા પ્રમુખઓ,જીલ્લા પ્રભારીઓ,ધારાસભ્ય ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા ચર્ચા કરવામાં આવી હતી.
શર્માજીએ વધુમાં જણાવ્યું હતું, ગુજરાતમા દરેક જીલ્લામાં 580 મંડળ અને 51 હજાર બુથ સુઘી તિરંગા અભિયાનની તૈયારી કરવામાં આવશે. દરેક મંડળમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે તેમજ જીલ્લામાં મોટી યાત્રાનુ આયોજન કરવામાં આવશે. તિરંગાયાત્રામાં રાજકીય વ્યક્તિઓ જ નહી પરંતુ દરેક વર્ગના લોકો ભાગ લે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રામા ઓપરેશન સિંદુર,એર સ્ટ્રાઇક તેમજ સર્જીકલ સ્ટ્રાઇક થકી ભારતે આતંકવાદ સામે જે કાર્યવાહી કરી છે તેની માહીતી પણ ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયાસ કરવામાં આવશે. દેશની આઝાદી અપાવવા જે વિર-જવાનોએ બલિદાન આપ્યુ છે
તેમના સ્મારક પર સ્વચ્છતા અભિયાન,ફુલહાર કાર્યક્મ યોજાશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે…બુથ સુધી તિરંગો પહોંચે તે માટે પ્રયાસ કરશે. કાર્યકર્તાઓ દ્વારા દેશની સિમાઓ પર ખડેપગે દેશની રક્ષા કરતા સેનાના જવાનોને સન્માનીત કરાશે.
શ્રી શર્માજીએ વધુમાં જણાવ્યું કે, 14 ઓગષ્ટે વિભાજન વિભિષિકા દિવસની માહિતી દેશના યુવાનો જાણે તે માટે પ્રદર્શની સ્વરૂપે માહિતી મેળવે તેવો પ્રયાસ કરવામાં આવશે. ભારતીય જનતા યુવા મોરચા,મહિલા મોરચા દ્વારા આ અભિયાન વધુમા વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરશે. તિરંગો ફરકાવ્યા પછી લોકો ઘરમા તિરંગાને સન્માનીત સાથે મુકે તે માટે પણ કાર્યકર્તાઓ પ્રયાસ કરશે. દેશના દરેક રાજયમા હર ઘર તિરંગા અભિયાનને સફળ થાય તે પ્રયાસ કરશે.
કાર્યશાળામા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંબોધન કરતા જણાવ્યું કે, હર ઘર તિરંગા અભિયાન ગુજરાતમાં દરેક જીલ્લા અને બુથ સુઘી સફળતા પુર્વક યોજાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધન તહેવારમાં પણ સ્વચ્છતા અને પ્રકૃતિ જતન થાય તે માટે કાર્યકર્તાઓ વિશેષ પ્રયાસ કરવો જોઈએ. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ભાઇ-બહેન એક પેડ મા કે નામ થકી વૃક્ષારોપણ કરવું જોઇએ. દેશને આઝાદી અપાવનાર વિરજવાનોના સ્મારકે જઇ સ્વચ્છતા તેમજ ફુલહાર કરી તેમના પરિવારજનોને સન્માનિત કરવા જોઇએ.