ભુજ અને આજુબાજુ તૈનાત સૈનિકો માટે સુવિધાઓ સુધારવાના સતત પ્રયાસના ભાગરૂપે,1 સપ્ટેમ્બર, 2023 ના રોજ, સાહેબ શ્રી દ્વારા સંયુક્ત રીતે ડિસેલિનેશન પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં રવિ ગાંધી,આઈજી બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર અને ડો.કે.ટી. શેનોય,ડાયરેક્ટર,કેમિકલ એન્જી ગ્રુપ,ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ભુજના ક્રીક પ્રદેશમાં લક્કી નાળા અને લખપતવારી પોસ્ટ ખાતે BARC,BSF અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
BARC દ્વારા રૂ. 1.60 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ ડિસેલિનેશન પ્લાન્ટ ફોરવર્ડ તૈનાત સૈનિકો અને સરહદી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડશે.
આ કાર્યક્રમ દરમિયાન, IG BSFએ ઉલ્લેખ કર્યો હતો કે આ વિસ્તારની અનોખી ભૌગોલિક સ્થિતિ પડકારો રજૂ કરે છે, જેના કારણે આગળની પોસ્ટને પીવાના પાણીની સપ્લાયમાં વધુ ખર્ચ અને વધુ સમયનો વપરાશ થાય છે.આ સુવિધાના સ્થાપનથી દૂરના સ્ત્રોતોમાંથી પાણીના ટેન્કરની જરૂરિયાત તો દૂર થશે પરંતુ સમય અને નાણાંની પણ બચત થશે.