મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ૨૧મીએ ભાવનગરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનુત્ર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે,જેમાં ભાવનગરને સ્વચ્છતા અને સુંદરતાની ભેટ મળશે.
ભાવનગરના મહાનગરપાલિકા દ્વારા બોરતળાવ ખાતે તૈયાર ફ્લોટીંગ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત હજૂરીયા તળાવ,નવા બંદર રોડ,રૂવા ખાતે એરપોર્ટ નજીક પુર્ણા તળાવ,અકવાડા મેઈન તળાવ,અકવાડા જત વસાહત તળાવ-૧,અને અકવાડા જત વસાહત તળાવ-૨ નું સ્ટ્રેન્થનીંગ અને બ્યુટીફીકેશન નું લોકાર્પણ કરવામાં આવશે જે ભાવનગરની સુંદરતામાં વધારો કરશે.
આ ઉપરાંત રૂવાપરી મંદિર એક્સેલ પાસે ૫૦ એમ.એલ.પી.સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અકવાડા ૧૯.૨ એમ.એલ.ડી.સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવશે.
આમ,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થનારા વિવધ પ્રોજેક્ટ ભાવનગરની સુખકારીમાં વધારો કરશે જ સાથોસાથ સ્વચ્છતા અને સુંદરતામાં પણ વધારો કરશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ચ તેમજ બોરતળાવ ખાતે ફ્લોટિંગ ફાઉન્ટેનનું લોકાર્પણ.ભાવનગર શહેરને મળશે સ્વચ્છતા અને સુંદરતાની ભેટ