શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં રાજ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિર માં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.
અંબાજી મંદિરમાં રોજેરોજ માતાજીના મંદિર પરિસરમાં સફાઈ થાય છે. હાલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે અંબાજી મંદિરમાં આજે સવારે શ્રી શક્તિ સેવા કેન્દ્રના બાળકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વાત કરવામાં આવે તો અંબાજી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી શક્તિ સેવા કેન્દ્રના નેજા હેઠળ ગબ્બર ઉપર વર્ષોથી ભીખ માંગતા બાળકોને ભિક્ષા વૃતિથી મુક્ત કરીને ભણવામાં જોડવામાં આવ્યા છે અને હાલમાં આ બાળકો ઘણા બધા મેડલ પણ લઈને આવ્યા છે.
અંબાજી મંદિર પરિસરમાં શક્તિ દ્વારથી મંદિર સુધી અલગ અલગ જગ્યા ઉપર શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા.અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા હાજર રહ્યા હતા અને ટીડીઓ કે .સી. પંડ્યા પણ હાજર રહ્યા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી