છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની સેવા માટે ત્રણ કિલોમીટર સુધી દર્દીઓને થતા ધક્કા માંથી મુક્તિ મળી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ વિધિવત બન્ને સી. એચ.સી.સેન્ટર હોસ્પિટલના લોકાર્પણ કર્યા હતા
આજે અમરેલીના આંગણે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પધાર્યા હતા ધારી.. સી.એચ.સી.સેન્ટરના લોકાર્પણ કર્યા હતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બગસરા અને ધારી સરકારી હોસ્પિટલના લોકાર્પણ થતાં હવે દર્દીઓને બહાર મોકલવા પડતા તેમાંથી મુક્તિ મળી છે
રાજ્ય સરકાર દ્વારા બગસરા તાલુકા અને ધારી ગીર પંથકની જનતાને અતિ આધુનિક સારવાર સાથેની સુવિધાઓ મળે તે માટે સરકારી હોસ્પિટલના નવ નિર્માણ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા હોસ્પિટલની લોકાર્પણ આરોગ્ય મંત્રીએ કરેલ હતું
આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જે.વી કાકડિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જનક તળાવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાયું ane આ સરકારી હોસ્પિટલમાં 30 જેટલા બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ દાંતનો વિભાગ ફિઝિયોથેરાપી, એક્સરે, બાળકો તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ આરોગ્ય મંત્રીના ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું