૧૬મી મે ના રોજ રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાણપુર ના ઉદાવાસ ગામે ડેંગ્યુ દિવસની ઉજવણી કરાવામાં આવી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો. કિરણ ગમાર સાહેબ અને રાણપુર મેડિકલ ઓફિસર ડૉ.પ્રિયંકા સી. ધ્રાંગી મેડમના માર્ગદર્શન હેઠળ આજ રોજ રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ ની ઉજવણી નિમિત્તે રાણપુર (ઉદાવાસ) ગામ ખાતે ગ્રામજનો ને ડેંગ્યુ રોગ ની સંપૂર્ણ જાણકારી આપી.
સાથે સાથે રોગ થવાના કારણો રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું તથા રોગ થવા પાછળ ના મુખ્ય કારક એડિસ ઈજીપ્ત માદા મચ્છર ના પોરા તથા પોરા ખાનાર ગપ્પી ગમ્બુશિયા માછલી અને મચ્છર દાનીનું નિદર્શન કરી ગામ લોકોને જાણકારી આપી તથા ડેન્ગ્યુ તથા મલેરિયા પોસ્ટર/બેનર નિદર્શન કરી અને સાથે સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરિયાત મંદ દર્દીને સારવાર આપવામાં આવી.આ કાર્યક્રમ લોકોને અતિ મહત્વ આરોગ્ય શિક્ષણ આપ્યું.ઉપરોક્ત કામગીરી નું સફળ આયોજન પ્રા.આ.કે. રાણપુર ના ડૉ .રોનાલ્ડ અસારી સાહેબ. સુપર વાઇઝર રાઠોડ વિપુલભાઈ અનેસી.એચ.ઓ. સદામભાઈ અને કુલદીપભાઈ અને ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી