ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાને કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા CSR ફંડ દ્વારા ૨ એમ્બ્યુલન્સની ભેટ મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી મેયર શ્રીમતી મીરા પટેલના હસ્તે આ ઍમ્બ્યુલન્સની લીલી ઝંડી આપવામાં આવી.
ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ આ એમ્બ્યુલન્સને અર્બન હેલ્થ સેન્ટર ખાતે મૂકવામાં આવશે. કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા આપવામાં આવેલ આ એમ્બ્યુલન્સની અંદાજિત કિંમત ૩૦ લાખ રૂપિયા છે.
આ એમ્બ્યુલન્સના શુભારંભ પ્રસંગે ગાંધીનગર મહનગરપાલિકાના મ્યુ.કમિશનર જે. એન. વાઘેલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન શૈલેષભાઈ પટેલ, નાયબ મ્યુ. કમિશનરઓ, અધિકારીઓ તેમજ અન્ય કાઉન્સિલરઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સ શહેરના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વનો ફાળો આપશે.