એબીએનએસ, પાટણ: હારીજમાં જલીયાણ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર હોસ્પિટલ પહોંચાડવા માટે 50 લાખના ખર્ચે શહેર માટે શરૂ કરવામાં આવે એમ્બ્યુલન્સ સેવામાં ઉત્તરાયણના પ્રથમ દિવસે 3 દર્દીઓને દવાખાને પહોંચાડી સેવા પૂરી પાડવામાં આવી હતી.
હારિજ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતીના રોજ જલીયાણ ગ્રુપના લલીતાબેન ફરશુરામભાઈ ઠક્કર પરિવાર મિતેશભાઈ નિલેશભાઈ,શૈલેષભાઈ દ્વારા 50 લાખ ઉપરાંત કિમંતની એક ઓક્સિજન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ અને એક અંતિમયાત્રા રથ મળી કુલ બે વાન દાનભેટ તરીકે ભારત વિકાસ પરિષદને વિસ્તારની સેવાકાર્યો અર્થે સુપ્રત કરી છે.
એમ્બ્યુલન્સ સેવાના શુભારંભ ના પ્રથમ દિવસ ઉત્તરાયણનાં દિવસે એક હારિજના મહિલાને થાપાનું ફ્રેક્ચર થઈ જતા પાટણ ખાતે પહોંચતા કર્યા હતા.એબ્યુલન્સ પાયલોટ તરીકેની નિસ્વાર્થ સેવા બજાવતા જય જલારામ સેવા સમિતિના હિતેશભાઈ ઠક્કર એક દર્દીને મૂકીને આવ્યા ત્યાંજ હારિજ ચાર રસ્તા હાઈવે પર ખાખડીનો એક 10 વર્ષીય બાળક ધાબા પરથી પડી જતા ખાનગી વાહનમાં લાવ્યા છે.
ફોન આવતા જ એમ્બ્યુલન્સ લઈ ચાર રસ્તા પર પહોંચી ગયા અને ઇજાગ્રસ્ત વિનુજી વિવેજી ઠાકોરને એમ્બ્યુલન્સ મારફતે પાટણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્ત બાળકને ધારપુર મૂકીને પરત આવતા અડીયા ચંદુમાણાના પાટિયા પાસે કોઈક અજાણ્યા વાહને બાળકને ટક્કર મારી જતો રહ્યો હતો જે બાળકના માતાપિતા ઉત્તર પ્રદેશના છે જેઓ ઇટવાડા પર મજૂરીકામ કરતા હતા.
જે બાળકને લઈ જવા 108ને ફોન કર્યો પણ 108 પાટણ હોવાથી પાટણથી સામે આવે ત્યાં સુધી હારીજ ભાવિપ એબ્યુલન્સ મારફતે પાટણ લઈ જવા રવાના થતા સામે કુંણઘેર 108 આવતા પરપ્રાંતીય બાળકને ધારપુર લઈ જવાયો હતો..જરૂરિયાત મદ લોકોની સેવામાં ઉપયોગી સાબિત થઈ હતી