Helth

સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે – આરોગ્ય મંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY- મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી શ્રીએ PMJAY- મા યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશન થી લઇ ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી.

મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઇ પણ હોસ્પિટલ , સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરિતીને કોઇપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારની પ્રવૃતિ કરતા લોકો સામે કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે.

PMJAY- મા યોજનાના પ્રવર્તમાન માળખા,વ્યવસ્થાપન અને કામગીરીને સધન અને સુદ્રઢ બનાવવા તેમજ સિસ્ટમમાં કોઇપણ નાની-મોટી ત્રુટીઓ રહી ન જાય તે પ્રમાણેની કામગીરી હાથ ધરવા મંત્રીએ આપી છે.

મંત્રી શ્રી એ વધુમા જણાવ્યુ કે,PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરવા આવશે . તેમજ નવી ટીમ તૈયાર કરી હોસ્પિટલોની વિઝિટ કરાવવામાં આવશે અને વિઝિટ રિપોર્ટ મંગાવવામાં આવશે.
નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ (NAFU)ને જાણ કરીને રાજ્યની જરૂરિયાત મુજબના સુધારા Triggers માં કરાવવામાં આવશે.

વધુંમા વિવિધ પ્રોસીજરસમાં વપરાતા સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટસના ક્વોલિટી અંગે તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

એન્જીયોગ્રાફી (CAG) & એન્જીયોપ્લાસ્ટી (PTCA) પ્રોસીજરની વિગતો દર્શાવતી સીડી (CD) ફરજીયાત પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે. ઉક્ત પ્રોસીજરની સીડી (CD) અપલોડ માટેનું સોફટવર અંતિમ તબક્કામાં છે. જે ટુંક સમયમાં કાર્યરત થશે.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી/ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વ્રારા મહિનામાં ઓછામાં ઓછી ૨(બે) હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
હોસ્પિટલોની કામગીરી મૂલ્યાંકન આધારિત ગ્રેટેશન કરવામાં આવશે .

PMJAY યોજના સંલગ્ન હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ખાસ પ્રકારની સારવાર માટે દર્દી અને તેઓના સગાને સારવારની વિગતવાર સમજણ આપી તેઓની સંમતિ ઓડિયો-વિડિયો માધ્યમથી ફરજીયાત લેવાની રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જિનેરિક દવાનું 50% થી 90% સસ્તી દવાનું વેચાણ કરી અવગત કરાયા…

એબીએનએસ, રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *