Latest

કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલવે મંત્રી

સુરત:એબીએનએસ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ૧૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી વિવેક ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે. જેના પર ટ્રેનના પાટા ફીટ થતા હોય છે. આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે. કિમમાં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. અહીં જાપાનની અદ્યતન શિંકનસેન ટેક્નિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે.

રેલવે મંત્રીશ્રીએ શ્રમિકો સાથે સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ વેળાએ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા સહિત રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHRC) પ્રોજેક્ટની કુલ લંબાઈ ૫૦૮ કિલોમીટર (ગુજરાત અને દાદરાનગર હવેલી:૩૫૨ કિમી, મહારાષ્ટ્રઃ ૧૫૬ કિમી) છે. જેમાં ૧૨ સ્ટેશનો; મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ, સાબરમતી બનાવવામાં આવશે. આ કોરિડોરમાં આવતી નદીઓ પર ૧૩ પુલો બનશે, જેમાં વલસાડ જિલ્લાની પાર, કોલક અને ઔરંગા નદી, નવસારીની પૂર્ણા, મિંઢોળા, કાવેરી, ખરેરા, વેંગાણીયા અને અંબિકા, વડોદરાની ઢાઢર, ખેડાની વાત્રક,  મોહર અને મેશ્વો નદી પર પૂલ બનશે. પાંચ સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

કિમની સ્લેબ ફેક્ટરીમાં રેલવે કોરિડોર માટે દરરોજ ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે

પ્રી-કાસ્ટ રિઈન્ફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે ૨૨૦૦ મિમી પહોળા, ૪૯૦૦ મિમી લાંબા અને ૧૯૦ મિમી જાડા હોય છે, અને દરેક સ્લેબનું વજન લગભગ ૩.૯ ટન હોય છે. અહીં દરરોજ ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે. કુલ લક્ષ્યાંક ૯૬ હજાર સ્લેબ તૈયાર કરવાનો છે. જેનાથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અને દાદરાનગર હવેલી (૩૫૨ કિમી) માટે ૨૩૭ કિલોમીટરના હાઈ સ્પીડ રેલ ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *