સીમાજાગરણ મંચ, ડોકટર હેડગેવાર સેવા સમિતિ, અને રેડક્રોસ સોસાયટી ના સંયુક્ત ઊપક્રમે યોજાયેલ કેમ્પ માં મેમોગ્રાફી સહિત ની સેવાઓ વિનામૂલ્યે આપવા માં આવી
સીમા જાગરણ મંચ ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ અને રેડ ક્રોસ મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ફર્સ્ટ જુલાઈ શનિવાર ના રોજ સ્ત્રીમાં સ્તન કેન્સર, ગર્ભાશય મુખ કેન્સર અને સ્ત્રી પુરુષમાં મોઢાના કેન્સર નું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પ દરમિયાન 50થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પ દરમિયાન જીસીઆરઆઈ અમદાવાદ થી મેમોગ્રાફી વાહન હાજર રહેલ અને દર્દીની વિનામૂલ્યે તપાસ કરેલ, દેશ ના આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા ની ગ્રાન્ટ માંથી તૈયાર થયેલ મોબાઈલ મેમોગ્રાફી યુનિટ ની સેવાઓ આ કેમ્પ માં લેવા માં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે સીમા જાગરણ મંચના સંયોજક એવા કપિલભાઈ દવે તળાજા તાલુકા કાર્યવાહ અનિલભાઈ સંઘના કાર્યકર્તા બજરંગ દળ ના કાર્યકર્તા તથા સામાજિક આગેવાનો સંજયભાઈ, વિજયસિંહ, ઘનશ્યામભાઈ, અને રેડક્રોસના ચેરમેન ડો મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠકકર, અને તેમની ટીમ ના સહિયર પ્રયત્નથી સફળ બનેલ જેનો અલંગ આસપાસ ના 40 જેટલા ગામડાઓ માંથી આવેલા દર્દીઓ અને અલંગ ના મજૂરો દ્વારા લાભ લેવા માં આવેલ
અત્રે ઉલ્લેખનીય છે કે રેડક્રોસ દ્વારા છેલ્લા પાંચ વર્ષ માં અલંગ માં જી.એમ.બી-રેડક્રોસ મલ્ટી સ્પે. હોસ્પિટલ ના માધ્યમ થી 8 જેટલા કેન્સર ના નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ છે.
રિપોર્ટ હિંમત બારૈયા તળાજા