તા.૧૦/૦૩/૨૦૨૪ નાં રોજ જવાહર મેદાન,ભાવનગર ખાતે નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લામાં સંવેદનશીલ જુથો,ઝુપડપટ્ટીનાં બાળકો,શેરીમાં રખડતા બાળકો,અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલા બાળકો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા જુથોનાં લોકો,સવ્યંસેવકો,શિક્ષકશ્રીઓ સાથે ભારત સરકારશ્રીનાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક દિવસિય જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા નશાનાં ગેરફાયદા,નશાનાં કારણે થતુ આર્થિક,સામાજિક,માનસિક નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી અને ભાવનગર જિલ્લાને નશામુક્ત કરવા આહવાન કર્યુ હતુ તેમજ ભારત સરકારની નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ્સ ડિમાન્ડ રીડક્શન સ્કિમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિષય નિષ્ણાંત નશાબંધી અને આબકારી ખાતાનાં અધિકારી શ્રી વાઢેર દ્વારા નશાકારક પદાર્થો અને માદક દ્રવ્યોનાં દુરઉપયોગનાં લીધે થતી શારીરીક,માનસિક,સામાજીક ખરાબ અસરો વિશેની અસરો પર વ્યાખ્યાન આપવામાં આવેલ તેમજ હાજર તમામ દ્વારા નશામુક્તી માટે શપથ લેવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાગ લિધેલ તમામને જાગૃતિ શિક્ષણ કીટનું વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભગીરથસિંહ ચુડાસમા,પ્રોબેશન ઓફિસરશ્રી હર્ષવર્ધન મૌર્ય,બાળ સુરક્ષા અધિકારીશ્રી એન.બી.ચૌહાણ,CWC સમિતિનાં ચેરમેનશ્રી તથા સભ્યશ્રીઓ ઉપરાંત નશાબંધી અને આબકારી ખાતામાંથી ઇન્સ્પેક્ટરશ્રી એન.કે.વાઢેર તથા જમાદારશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.સમાજ સુરક્ષા સહાયકો,DCPU સ્ટાફની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.