બાળકો માટે બ્લડ ગૃપિંગ,આરોગ્ય તપાસ કેમ્પ,પ્રાથમિક સારવાર તાલીમ,પ્રદર્શન,મેડિસિન ક્લેશન ડ્રાઈવ વગેરે કાર્યક્રમો યોજાયા
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા શાળાઓ માં જુનિયર રેડક્રોસ ની પ્રવૃતિઓ ચલાવવા માં આવે છે જેના ભાગરૂપે વિવિધ શાળાઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શાળા ને વિવિધ પ્રવૃતિ માં જોડી રહી છે.જેના ભાગરૂપે શહેર ની અલગ અલગ શાળાઓ માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવ્યું હતું.
શ્રી.દોલત અનંત વળિયા સ્કૂલ ખાતે બ્લડ ગૃપિંગ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવા માં આવેલ, શ્રી.મહાલક્ષ્મી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બહેનો માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજાયો હતો, શ્રી વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ ખાતે કિડની બચાવો જાગૃતિ વ્યાખ્યાન અને બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજવા માં આવ્યો હતો શ્રી તેજસ્વી પ્રાથમિક શાળા ખાતે બાળકો દ્વારા ઘરે ઘરે પડેલી બિનઉપયોગી દવાઓ નું કલેક્શન કરવા નો અને બાળકો ની આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ હતું, પી.એન. આર સોસાયટી સંચાલિત કે.એન. શાહ હાઇટેક ઇન્કલુઝિવ સ્કૂલમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંતર્ગત શાળામા ચાલતી જુનિયર રેડક્રોસ પ્રવૃત્તિના ભાગરૂપે મેડીસીન કલેક્શન પ્રવૃત્તિનુ આયોજન કરવામાં આવેલ.
આમ રેડક્રોસ ભાવનગર ના સહકાર થી શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે સર્વાંગી વિકાસ અને આરોગ્યલક્ષી અનેક પ્રવૃતિઓ કરવા માં આવી રહી છે જેમાં શાળાઓ ને જોડાવવા માટે અનુરોધ કરવા માં આવ્યો છે.