Helth

ભાવનગર ની શાળાઓ માં જુનિયર રેડક્રોસ ની પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરાયા

બાળકો માટે બ્લડ ગૃપિંગ,આરોગ્ય તપાસ કેમ્પ,પ્રાથમિક સારવાર તાલીમ,પ્રદર્શન,મેડિસિન ક્લેશન ડ્રાઈવ વગેરે કાર્યક્રમો યોજાયા

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા શાળાઓ માં જુનિયર રેડક્રોસ ની પ્રવૃતિઓ ચલાવવા માં આવે છે જેના ભાગરૂપે વિવિધ શાળાઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શાળા ને વિવિધ પ્રવૃતિ માં જોડી રહી છે.જેના ભાગરૂપે શહેર ની અલગ અલગ શાળાઓ માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવ્યું હતું.

શ્રી.દોલત અનંત વળિયા સ્કૂલ ખાતે બ્લડ ગૃપિંગ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજવા માં આવેલ, શ્રી.મહાલક્ષ્મી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બહેનો માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજાયો હતો, શ્રી વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ ખાતે કિડની બચાવો જાગૃતિ વ્યાખ્યાન અને બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજવા માં આવ્યો હતો શ્રી તેજસ્વી પ્રાથમિક શાળા ખાતે બાળકો દ્વારા ઘરે ઘરે પડેલી બિનઉપયોગી દવાઓ નું કલેક્શન કરવા નો અને બાળકો ની આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ હતું, પી.એન. આર સોસાયટી સંચાલિત કે.એન. શાહ હાઇટેક ઇન્કલુઝિવ સ્કૂલમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંતર્ગત  શાળામા ચાલતી જુનિયર રેડક્રોસ પ્રવૃત્તિના ભાગરૂપે મેડીસીન કલેક્શન પ્રવૃત્તિનુ આયોજન કરવામાં આવેલ.

આમ રેડક્રોસ ભાવનગર ના સહકાર થી શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે સર્વાંગી વિકાસ અને આરોગ્યલક્ષી અનેક પ્રવૃતિઓ કરવા માં આવી રહી છે જેમાં શાળાઓ ને જોડાવવા માટે અનુરોધ કરવા માં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

ગારિયાધાર તાલુકાના નવાગામ ખાતે 1962 દ્વારા ગૌમાતાની સફળ સર્જરી દ્વારા કેન્સરની પીડામાંથી મુક્તિ અપાઇ

ભાવનગરના કરદેજ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને ઉંડવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

ભાલના સનેસ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *