bhavnagar

વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું

છેલ્લા કેટલાક મહિનાઓથી રજુઆત છતાં કામગીરી ન થતા નગરપાલિકા ને અલ્ટીમેટમ આપ્યું

જો નિયત સમયમાં કામગીરી નહી કરવામાં આવે તો સ્વખર્ચે કામ કરી તે સ્થળે નગરપાલિકા વિરુદ્ધ તકતી મારવાની કરી જાહેરાત

સિહોર નગરપાલિકા માં સત્તાધીશોની કામ કરવાની પદ્ધતિ અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. અગાઉ પણ વિપક્ષનેતા દ્વારા નગરપાલિકા ની કામગીરીમાં સત્તાધીશો દ્વારા વ્હાલા દવલા ની નીતિ રાખીને કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કમિશ્નર ને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

સિહોર નગરપાલિકા ના વોર્ડ નંબર ચાર સ્ટેશન રોડ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર નવ શિવમ સીટી વિસ્તારમાં પાણીના જોઈન્ટ આપવા મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કામગીરી ન કરવામાં આવતા આજરોજ વિપક્ષનેતા એ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈ રૂબરૂમાં લેખિત ફરિયાદ આપી રજુઆત કરી હતી અને આ સત્તાધિશો દ્વારા જાણી જોઈને કેટલાક કામો વિલંબમાં નખાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સાથે વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ પાણી બતાવતા સ્પષ્ટ શબ્દોમાં લેખિતમાં જણાવ્યું હતું કે આ અંતિમ વખત લેખિત રજૂઆત છે જો હવે નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂરી નહીં થાય તો તેમના પોતાના સ્વખર્ચે આ કામ પૂરું કરી લોકોના પ્રશ્ન હલ કરવામાં આવશે અને સાથે સાથે એ સ્થળે શિહોર નગરપાલિકા વિરુદ્ધ નગરપાલિકામાં પાણી નથી પરંતુ વિપક્ષ પાણીદાર હોય તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી છે એ મુજબની તકતી મારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આમ જો શિહોર નગરપાલિકાને નાલેશિ અને બદનામીથી બચવું હોય તો નિયત સમયમાં આ કામગીરી પૂરી કરવી અન્યથા બદનામી માટે સત્તાધીશો એ તૈયાર રહેવા વિપક્ષ નેતાએ સ્પષ્ટ રીતે લેખિતમાં ચીમકી ઉચ્ચારી હતી. આમ પાણીના મુદ્દે નગરપાલિકા પાણી રહીત જોવા મળતા વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી દ્વારા પાણી બતાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 80

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *