કલેકટરશ્રીના હસ્તે રેડક્રોસ ધ્વજ વંદન, મેડિકલ કેમ્પ અને હેલ્થકેર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા
આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ સોસાયટીના સ્થાપક હેન્રી ડ્યુનાટન ના જન્મદિવસ 8 મે આખા વિશ્વમાં રેડક્રોસ દિવસ તથા થેલેસેમિયા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ નિમિત્તે રેડક્રોસ ભવન ભાવનગર ખાતે માન.શ્રી.આર.કે.મેહતા (IAS, કલેકટરશ્રી અને પ્રમુખશ્રી રેડક્રોસ ભાવનગર) ના વરદ્દ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્ય ક્રમમાં રેડક્રોસ ના કારોબારી સદસ્યો,વોલેન્ટિયર્સ, હોમ હેલ્થકેર તાલીમાર્થીઓ અને રેડક્રોસ ના કાર્યકર્તાઓ જોડાયા હતા. માન.કલેકટર સાહેબે દીપ પ્રાગટ્ય કરી ધ્વજ વંદન કરેલ અને રેડક્રોસ દિવસની શુભકામના પાઠવી હતી, તેમજ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે બાળરોગ નિષ્ણાત નો તપાસ કેમ્પ યોજાયો હતો
જેમાં થેલેસેમિયા મેજર બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો, રાહતદરે ટાઈફોડ રસીકરણ કેમ્પ પણ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, હેલ્થ કેર એટેન્ડન્ટ વિધાર્થીઓ ને માન .કલેકટર સાહેબના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ, કલેકટર સાહેબે દરેક તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી,
રેડક્રોસ દિવસ નિમિત્તે આજે રેડક્રોસ ભવન ખાતે શ્રી.ઉત્તમ એન ભુતા રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં રક્તદાઓએ રક્તદાન કરેલ, રક્તદાતાઓને કલેક્ટર સાહેબે પ્રોત્સાહિત કરેલ તેમજ બ્લડ સેન્ટરની મુલાકાત કરેલ, આજના દિવસ નિમિત્તે ખાસ રેડક્રોસ સાર્વજનિક દવાખાનામાં દર્દીઓને નિદાન અને દવાઓ અને લેબ રિપોર્ટ વિનામૂલ્ય કરી આપવામાં આવેલ આ કેમ્પમાં ડો.મિલનભાઈ પારેખે સેવા આપી હતી.
રેડક્રોસ દ્વારા છેવાડાના લોકોને પ્રથમ સેવા મળે તેવા હેતુથી અનેક માનવતાવાદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજના દિવસને વધુ સફળ બનાવવા રેડક્રોસ ભાવનગરના વાઇસ પ્રેસિડન્ટશ્રી.નરેન્દ્રભાઈ ત્રિવેદી,ચેરમેનશ્રી.ડો.મિલનભાઈ દવે, વાઇસ ચેરમેનશ્રી.સુમિતભાઈ ઠક્કર, સેક્રેટરીશ્રી.વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, કાર્તિકભાઈ દવે, માધવભાઈ મજીઠીયા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને રેડક્રોસ દિવસની શુભકામનાઓ પાઠવેલ.
“Everything we do comes from the heart” આપણે જે કંઈ પણ કરીએ છીએ તે સિંધુ હૃદયથી આવે છે