India

કુંભમાં નાસભાગને લઈ યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

એબીએનએસ યુપી: પ્રયાગરાજમાં સ્થિતિ સામાન્ય છે. પીએમ મોદી થી 4 વાર વાત થઈ. હાલ આશરે 8 થી 10.કરોડ શ્રદ્ધાળુઓ કુંભ માં ઉપસ્થિત છે. અમુક યાત્રાળુઓ ગંભીર રૂપે ઘાયલ થયા છે. કાલે 5.50 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. અખાડા પરિષદ સાથે સતત સંપર્કમાં છું.

રાત્રે 1 થી 2 વચ્ચે અખાડા માર્ગ પર બેરીકેટ કર્યા હતા તેને ઓળંગીને યાત્રિકો સ્નાન કરવા પહોંચ્યા હતા જેમાં ઘાયલ પણ થયા છે.

દેશ વીદેશથી આવેલ યાત્રાળુઓ ની સુરક્ષા માટે પીએમ સાથે સવારથી જ સંપર્કમાં છું. રાજ્યપાલ આનંદીબેન પટેલ, અમિત શાહ, જે પી નડડા દ્વારા પણ જાણકારી લેવામાં આવી રહી છે. તમામ ઉચ્ચ અધિકારીઓ અહીં સજ્જ અને ઉપસ્થિત છે. તમામ લોકોને અફવાહ ઉપર ધ્યાન ન આપવા અપીલ છે. રાત સુધી સ્નાન નું મુહૂર્ત છે ઉતાવળ ન કરશો. યાત્રિકો જ્યાં છે ત્યાં જ સ્નાન કરે. તમામ સાધુ સંતો અખાડાઓ અને યાત્રિકો માટે પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *