Latest

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભૂજના સફેદ રણના આકાશમાં કરશે ભવ્ય એર શો

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ સફેદ રણની ઉપર આકાશમાં તેમના કરતબોનું પ્રદર્શન કરશે જેથી આકાશ લાલ રંગથી રંગાઈ જશે. આ ટીમ સચોટ ઉડાન ભરીને અજોડ પ્રદર્શન કરશે તેમજ ભારતીય વાયુસેનાના પાઇલટ્સના કૌશલ્ય, કાર્યપારંગતતા અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. IAFની પ્રખ્યાત નવ-વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા રજૂ કરવામાં આવનારા એરોબેટિક એર પ્રદર્શનમાં કાર્યપારંગતતા અને ચોકસાઇ જોવા મળશે જે ભારતીય વાયુસેનાની બે મુખ્ય લાક્ષાણિકતાઓ છે.

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના 1996માં કરવામાં આવી હતી અને તે વિશ્વની ખૂબ જ જૂજ એવી નવ વિમાનોની એરોબેટિક ટીમોમાંની એક છે અને એશિયામાં આવી એકમાત્ર ટીમ છે. આ અનન્ય ટીમે ભારતમાં 500થી વધુ પ્રદર્શનો કર્યાં છે, તેમજ ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા અન્ય દેશોમાં પણ એર શોમાં ભારતીય વાયુસેનાની કાર્યપારંગતતાનું પ્રદર્શન કર્યું છે. સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સામાન્યપણે SKAT તરીકે પ્રખ્યાત છે, જે સરળતા સાથે “સદૈવ સર્વોત્તમ”ના સૂત્રનો વારસો જાળવીને તેના ભાવાર્થ “હંમેશા શ્રેષ્ઠ”નું ઉચિત રીતે નિરૂપણ કરે છે.

આ કાર્યક્રમમાં પાઇલટ્સના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન તો જોવા મળશે જ, સાથે-સાથે જનતા અને તેમાં પણ ખાસ કરીને શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાનું સમર્પણ અને શ્રેષ્ઠતા જોવાની તક પણ પૂરી પાડશે. દર્શકોને એર શો જોવા માટે બપોરે 03:30 વાગ્યા સુધીમાં રણ ઉત્સવ સ્થળે પોતાનું સ્થાન મેળવી લેવાની વિનંતી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *