Latest

સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન તથા સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની ઉજવણી કરાઇ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન તથા સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની ઉજવણી પ્રસંગે આજે ૨૯ જાન્યુયારીના રોજ હિંમતનગર ઝોનની દૂધ મંડળીઓની ઝોનલ મીટિંગ તથા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 અંતર્ગત દૂધ મંડળીઓ સ્થળે જઈ સભાસદોમાં સહકાર ચેતના અને જાગૃતિ આવે તે હેતુ સાબર ડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ભીખુસિંહજી પરમાર ,મંત્રી(રાજ્યકક્ષા) અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા,ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા સાંસદ શોભાનાબેન બારૈયા,હિમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલા ની પ્રેરક ઉપસ્થિતિ માં સાબરડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ ,વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ નિયામક મંડળના સભ્યશ્રીઓ,મેનેજીંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ,સાબર ડેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પ્રગતિશીલ મહિલા દૂધ ઉત્પાદકોની હાજરીમાં યોજાયો હતો

કાર્યક્રમ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમાર અને ઉપસ્થિત મહેમાનો અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોની હાજરીમાં સાબર ડેરી ખાતેથી સહકાર રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું,મંત્રી દ્વારા ઉદબોધનમાં અમુલ મોડેલ દૂધ ઉત્પાદકો માટે સમૃદ્ધ જીવનની ખાતરી,

ઉપભોક્તાઓ માટે આરોગ્યપ્રદ પોષણનો વિશ્વાસ,માતાઓ માટે તેના બાળક માટે પોષણનો ભરોસાપાત્ર સ્ત્રોત અને રાષ્ટ્ર માટે ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાની ગેરંટી સિધ્ધ થયું હોવાનું જણાવી સ્વયં દૂધ ઉત્પાદક હોવાનું ગૌરવ રૂપ જણાવ્યુ હતું.

પ્રસંગે સાબરકાંઠા સાંસદ શોભાનાબેન બારૈયા,હિમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલા દ્વારા વિકસિત ભારત માટે સહકારી દૂધ વ્યવસાયનો બહુ મૂલ્ય ફાળો રહ્યો છે ત્યારે સાબરડેરીના નેતૃત્વમાં દૂધ મંડળીઓ વધુ દૂધ સંપાદન કરે જેથી વહીવટીય ખર્ચ ઓછો થશે અને ખેડૂતોને વધુ વળતર આપી શકશે સાથે પાકૃતિક ખેતી તરફ જવા અનુરોધ કરવામાં આવ્યો હતો

કાર્યક્રમ અંતર્ગત ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા દૂધ વ્યવસાયમાં ગણતરી રાખી કરકસર પૂર્વક ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન લેવા સારી ઓલાદની ગાયો અને ભેંસો રાખવા આગ્રહ કર્યો હતો અને દૂધ ઉત્પાદન વધારવા સંઘ ૫ ગાયો માટે વ્યક્તિગત ૪ લાખના ધિરાણની યોજના ૩ % વ્યાજ સહાયથી અમલમાં મૂકી છે તેનો અને સંઘ તથા સરકાર ની યોજનાઓ નો લાભ આપવા સૂચન કર્યું હતું

સાથે સાથે સંઘ દ્વારા દૂધ મંડળીઓને શ્રેષ્ઠ ગુણવત્તાનું કરિયાણું, નમકીન ઓર્ગેનિક ઉત્પાદન, ડેરી ઉત્પાદનો વેચાણ કરી આવકમાં વધારો થાય એવા આયોજન કરવા આગ્રહ કર્યો હતો સાથે સાથે સાબરડેરી દ્વારા દૂધના વ્યવસાયના વિકાસ માટે કરેલા આયોજન વિષે ઉપસ્થિત દૂધ મંડળી પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા

પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે સાબરડેરીના વિકાસનો શ્રેય દૂધ ઉત્પાદકોને આપી સાબરડેરી દ્વારા રજૂ કરેલ નમકીન,કરિયાનું,બેકરી ઉત્પાદનો,મધનો ઉપયોગ કરવા આગ્રહ કરી મંડળીઓ ઉપર અમુલ પાર્લર સ્થાપવા અનુરોધ કર્યો હતો

તથા ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા દૂધ વ્યવસાયના વિકાસ માટે ખુલ્લા મંચથી વિવિધ સૂચન અને પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તે બાબતે મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વિસ્તારથી સાબર ડેરીની પ્રગતિ, નવા આયોજન બાબતે અને સભાસદોને યોજનાઓ નો લાભ આપવા આગ્રહ કર્યો હતો

કાર્યક્રમ અંતર્ગત સંઘના અધિકારીઓએ સંઘ તથા સરકાર ની યોજનાઓ,સાબર ડેરીના દૂધ ઉત્પાદકોલક્ષી આયોજન, નવીન ઉત્પાદન,આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન હેતુ પશુ પોષણ,પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું ,કાર્યક્રમની આભાર વિધિ સાબરડેરીના પૂર્વવાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *