કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા ખાતે આજરોજ અખિલ આંજણા કેળવણી મંડળની એક જનરલ સભા સત્યમ સ્કૂલ સંકુલમાં મંડળના
આધ્યસ્થાપક ધારાશાસ્ત્રી હીરાભાઈ એસ.પટેલના સાન્નિધ્યમાં મળી હતી જેમાં સર્વાનુમતે નક્કી કર્યા મુજબ
મોડાસાના સત્યમ વિદ્યાલય સંકુલમાં જૂન.22થી
ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ શરૂ કરવામાં આવશે.જેમાં
પ્રથમ વર્ષે કે.જી.૧,૨ થી ધો.5 સુધીના અભ્યાસક્રમ અંગ્રજી માધ્યમમાં ભણાવાશે. તે પછી ક્રમશ ધો.12 સુધીનું શિક્ષણ અંગેજી મધ્યમમાં આપવામા આવશે.વિષયના તજજ્ઞશિક્ષકો દ્વારા અંગ્રેજી માધ્યમના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે એની ઉપર ખાસ ભાર મુકાશે.
પ્રારંભમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, વિવિધ જાહેર જીવનની સંસ્થાઓના આગેવાનો
નું સન્માન કરાયા પછી મંડળના
આધ્યસ્થાપક ધારાશાસ્ત્રી હીરાભાઈ એસ.પટેલે મંડળની સ્થાપના કાળથી આજસુધી વટવૃક્ષ બનેલી સંસ્થા માટે ,હોસ્ટેલ.માટે અને બિલ્ડીંગ માટે દાન આપનાર દાતાઓને યાદ કરી આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.મોડાસાનું આ શૈક્ષણિક સંકુલ આજે બાળકોથી ધમધમી રહ્યું છે અને સારા શિક્ષણને લઈ બાળકો અહીંથી વિદ્યાભ્યાસ કરી
ઉંચી પદવી મેળવી સમાજનું નામ રોશન કર્યું છે ત્યારે ઈંગ્લીશ મીડિયમની ખૂટતી કડીને જોડવા આજે
સમાજના આગેવાનોની જાહેર સભા કરીને આગામી
જૂન.૨૨થી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની વાતનો પ્રસ્તાવ હીરાભાઈએ મુકતા સૌએ ઉમળકાભેર વધાવી લીધો હતો અને આ ઈંગ્લીશ મીડીયમ માટે આજે અડધા કલાકમાં જ 15 જેટલા દાતાઓએ રૂ.1,11,000મુજબ દાન નોંધાવતા કુલ રૂ.16,65000 ના દાનની જાહેરાતને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી.
આ પ્રસંગે મંડળના પ્રમુખ ધારાશાસ્ત્રી ગોરધનભાઇ એમ.પટેલ,આર.જે.પટેલ સત્યમ વિદ્યાલયના ચેરમેન ભાનુંભાઇ પટેલ,જાણીતા સ્ટ્રક્ચર એન્જિનિયર અમદાવાદ પંકજભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ચીમનભાઈ પટેલે કર્યું હતું.