ગુજરાતનાં સૌથી મોટા શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતામા વસેલું છે. અંબાજી પહાડો વચ્ચે માં અંબાના ધામ તરીકે જગ વિખ્યાત છે. અંબાજી ખાતેનો વહિવટ ગ્રામ પંચાયત હસ્તક ચાલી રહ્યો છે. અંબાજી ખાતે 65 ટકા કરતા વઘુ લોકો સરકારી જમીન પર પોતાનું ઘર બનાવીને વસવાટ કરી રહ્યા છે. આવા લોકોને આટલા વર્ષ બાદ પણ સરકારી જમીન પર બનાવેલા મકાનને સરકારે કાયમી કરેલ નથી પણ નવાઈની વાત એ છે કે અંબાજી દાંતા માર્ગ પર પાર્વતી પ્રણામ સામે સરકારી જમીનમાં ગેર કાયદેસર રસ્તાનો ઉપયોગ કરતા બિલ્ડરને માત્ર થોડાજ સમયમાં સરકારી જમીન મળી જાય છે તો અંબાજી ખાતે વર્ષો થી વસવાટ કરતા લોકોના મકાનો કેમ કાયદેસર કરવામાં આવતાં નથી.
2019ના સમયમાં કુંભારીયા વિસ્તારમા એક બિલ્ડરના કહેવાથી સરકારી જમીનો પર ગરીબોના મકાનો તોડવાના આદેશ થયા હતા તેવીચર્ચાએ જોર પકડ્યું હતુ અને આખા જીલ્લાના વહીવટી અઘિકારીઓ અને પોલીસ તંત્ર અંબાજી ના કુંભારીયા ખાતે આવીને હલ્લાબોલ કર્યો હતો. મહેશ ગેરેજ પણ તોડવામાં આવ્યું હતું અને જોડ વિસ્તારમા નિવૃત્ત પોલીસકર્મીના મકાનને તોડતા તેના પુત્રની હાલત બગડી હતી ત્યારબાદ નિવૃત્ત પોલીસકર્મી ઘરના ટેન્શનમા મૃત્યું પામ્યા હતા.2020 મા ગુજરાત સરકાર દ્વારા લેન્ડગ્રેબિંગ નો કાયદો લાવવામાં આવ્યો હતો. અંબાજી વિસ્તારમા મોટાભાગના લોકોના મકાન સરકારી જમીનમાં બનેલા છે પણ તેમના મકાનો કાયમી કરવામાં આવતાં નથી પણ બહારના બિલ્ડરના બંગલા વેચાતા ન હોવાથી તેના માટે અન્ય રસ્તો કરી નવી જગ્યા રસ્તામાં ટુંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે છે તે બાબત ખુબજ ગંભીર છે!
@@ બહારના બિલ્ડરોને ટુંક સમયમાં સરકારી જગ્યા મળેછે,અંબાજીના સ્થાનીક લોકોને મકાનો વર્ષોથી કાયમી કરવામા આવતા નથી!@@
અંબાજી ખાતે 65 ટકા કરતા વઘુ લોકોના મકાનો સરકારી જમીનો પર બાંધવામાં આવેલ છે. આવા ગરીબ અને મધ્યમવર્ગના લોકોના મકાનો વહીવટી તંત્ર દ્વારા કાયમી કરવામાં આવતાં નથી. આવા લોકોને રહેવા માટે માત્ર એકજ મકાન હોવા છતાં તંત્ર પણ સરકારી જમીન પર જંત્રી પ્રમાણે રકમ લઇને કાયમી કરવામાં આવતાં નથી જે ગંભીર બાબત છે.
અંબાજી ખાતે બહારના બિલ્ડરોને બંગલા વેચાતા નથી અને રસ્તાની સમસ્યાને લઈને અન્ય રસ્તો ગેર કાયદેસર ઉપયોગ કરવામાં આવતા માત્ર ટૂંક સમયમાં બહારના બિલ્ડરોને સરકારી જમીન ફાળવી દેવામાં આવે છે તે પણ વેપાર માટે તો અંબાજી ના ગરીબ અને મધ્યમવર્ગના લોકો ના મકાનો કેમ કાયમી કરવામાં આવતાં નથી જે લોકો 60,70 વર્ષ થી આ જગ્યા પર વસવાટ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
@@ કુંભારિયા તલાટી નરેન્દ્ર ચૌધરીયે કહ્યુંકે પાર્વતી ના બિલ્ડરોને સરકારી જમીન આપી છે @@
આ બાબતે કુંભારીયા તલાટી એન.જે. ચૌધરીયે જણાવ્યું હતું કે પાર્વતી બિલ્ડરો દ્વારા સરકારી જમીનની માંગણી કરવામાં આવતાં મામલતદાર કચેરી દ્વારા તેમને જમીન આપવામાં આવી છે.
@@ દાંતા ધારાસભ્યએ કહ્યું કે ગરીબોને પણ હક મળે @@
આ સરકારે ગરીબો અને અમીરો વચ્ચે ભેદભાવ ના રાખવો જોઇએ અને દરેકને એક સરખા ગણવા જોઈએ. મામા-માસી વાળી નીતી ન હોવી જોઇએ. બિલ્ડરોને આટલા જલ્દી સરકારી જમીન મળી જતી હોય તો મારા વિસ્તારનાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો ને પણ સરકારે મકાન કાયમી કરી આપવા જોઈએ.
@@ અંબાજી કૉંગ્રેસ પ્રમુખ પણ ગરીબો માટે આગળ આવ્યા @@
તેમને જણાવ્યું હતું કે ગુજરાત મા ભાજપની સરકાર જે ઉઘોગપતીની સરકાર છે. રાજ્સ્થાન મા કૉંગ્રેસની સરકાર ગરીબો માટે માત્ર 1 રૂપિયાના ટોકન દરે દબાણ પણ વસવાટ કરતા લોકોને પટા આપી રહી છે. અંબાજી અને આસપાસ વસવાટ કરતા લોકોને પણ સરકાર જલ્દી જંત્રી પ્રમાણે કાયદેસર કરી આપે તેવી અમારી માંગ છે. પાર્વતી બિલ્ડરો માટે ઝડપી પક્રિયા થાય તો વર્ષો થી સરકારી જમીનમાં રહેતાં અંબાજીના લોકો માટે પણ કાયદેસર કામગીરી ઝડપી બનાવો.
@@ ભાજપના સભ્ય વિજય દેસાઇ પણ ગરીબો માટે આગળ આવ્યા @@
તાલુકા પંચાયતના સભ્ય વિજ્ય દેસાઇએ જણાવ્યું હતું કે જે લોકો વર્ષોથી પોતાના બાપ દાદા ની મિલ્કત પર વસવાટ કરતા હોય તેમને સરકારે જંત્રી મુજબ રૂપિયા લઈને જગ્યા કાયમી કરી આપવી જોઈએ.
@@આ બાબતે અંબાજીના લોકો આગળ આવે @@
અંબાજીના તમામ લોકો બધુ ભૂલી અંબાજી વિસ્તારના લોકો ના સરકારી જમીનમાં બનેલા મકાનો કાયમી થાય તે માટે કમિટી બનાવી લડત શરૂ કરવી જોઈએ. જે પણ નેતા આવે તેમની આગળ પણ આ બાબતે રજુઆત કરવી જોઈએ