Breaking NewsLatest

અંબાજી દાંતાના પત્રકાર મિત્રો દ્વારા પ્રથમ નવરાત્રિએ માઁ અંબાને ધજા ચઢાવવામાં આવી

અંબાજી

યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીના પ્રથમ નોરતે અંબાજી દાંતાના પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચડાવવાનું આયોજન કરાયું હતું બપોરે ૧૨ વાગ્યે બધા પત્રકારો ડી.કે.સર્કલ નજીક ખોડીવડળી મહાદેવ મંદિરે ભેગા થયા હતા અને ત્યાંથી હર્ષોલ્લાસ સાથે માં ની ધજા સાથે પગપાળા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી નગરમાં ફરીને ધજા સાથે શકિત દ્રાર થી ચાચરચોકમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ મા અંબાને શિખર પર ધજા ચડાવી હતી અને માઁ અંબાને સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો


આ ધજા ચઢાવવા ના કાર્યક્રમમાં અંબાજીના વરિષ્ઠ પત્રકાર અમૃતભાઈ જોષી, જયદેવભાઈ દવે, માણેકભાઈ જોષી અને અન્ય પત્રકારો હાજર રહ્યા હતા સાથે દાંતાના વરિષ્ઠ પત્રકાર રાજુભાઈ જોષી અને દાંતા પત્રકારો પણ જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 749

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *