Breaking NewsLatest

અંબાજી પોલીસે બાઇક ચોર ગેંગ પકડી, અંબાજી ના 5 ચોર સહિત 6 આરોપીઓને પકડયા

ગુજરાતના સૌથી મોટા શકિતપીઠ અંબાજી દાંતા તાલુકામા આવેલું છે. અંબાજી મંદિર આ અંબાજી ધામમા આવેલું છે. અંબાજી ખાતે જુની કોલેજ પાસે પોલીસ સ્ટેશન આવેલું છે. અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા આ ધામ અને મંદિરની સુરક્ષા ની જવાબદારી આવે છે. અંબાજી ખાતે પાછલા ઘણા સમયથી બાઇક ચોરાઈ જવાની ઘટનાઓ બની હતી.

 

અંબાજી પો.સ્ટે. ચોરીના ચાર (૪) એકટીવા તથા એક (૧) મોટરસાયકલ સાથે છ ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી અંબાજી પોલીસ જે ખૂબ સુંદર કામગીરી હતી જેમા પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુશિલ અગ્રવાલ સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારેઆ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


અંબાજી પીઆઈ જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ. અંબાજી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમાં વાહન ચેકીંગ મા હતા જે દરમીયાન બે એક્ટીવા તથા એક .મો.સા હોન્ડા શાઈન કંપનીનુ સંકાસ્પદ હાલતમાં આવતા જેઓની પુછપરછ કરતા તેઓ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી કુલ ચાર (૪) એકટીવા તથા એક (૧) મોટર સાઇકલ ચોરી કરેલ નુ કબુલાત કરતા હોઈ અંબાજી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૫૦૦૨૨૨૦૦૨૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ તથા અંબાજી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૫૦૦૨૨૨૦૦૫૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ ના ગુના શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.


@@ કબજે કરેલ ચોરીની એકટીવાઓ તથા મોટર સાયકલની વિગત @@
કબજે કરેલ એકટીવાઓ તથા મોટર સાઇકલની નંબર પ્લેટો ખોટી હોઇ તથા નંબર પ્લેટ લાગાડેલ ન હોઈ જેથી પોકેટ કોપની મદદથી એકટીવાઓ તથા મો.સા.ની વિગતો મેળવેલ જે નીચે મુજબ છે.

(૧) એક્ટીવા બ્લુ કલરનુ જેના આગળ તથા પાછળ ના ભાગે નંબર પ્લેટ નથી જેનો -એન્જીન નંબર-
JF50ET2104507 તથા ચેચીસ નંબર જોતા ME4JF504BFT103581
(૨) એક્ટીવા સફેદ કલરનુ જેના આગળ તથા પાછળ ના ભાગે નંબર પ્લેટ નથી જેનો એન્જીન નંબર-
JF50E80803594 તથા ચેચીસ નંબર જોતા ME4JF501CE8804703
(૩) મો.સા હોન્ડા શાઈન કંપનીનુ ગ્રે કલરનુ જેના આગળ તથા પાછળ ના ભાગે નંબર પ્લેટ નથી જેનો
એન્જીન નંબર- JC65ET0435435 તથા ચેચીસ નંબર જોતા –ME4JC6516GT294397
(૪) એક્ટીવા સફેદ કલરનુ જેના આગળ તથા પાછળ ના ભાગે નંબર પ્લેટ જોતા-RJ-14-DN-6352 છે
જેનો એન્જીન નંબર-JF50E81135066તથા ચેચીસ નંબર જોતા ME4JF502FE8135403
(૪) એક્ટીવા મેસ્ટ્રો કંપનીનુ સફેદ કલરનુ જેના આગળ તથા પાછળ ના ભાગે નંબર પ્લેટ નથી
જેનો એન્જીન નંબર-JA33AAGGG08837 તથા ચેચીસ નંબર જોતા MBLJF33AGGG02534

@@ પકડાયેલ ઇસમો @@

(૧) સાજીદખાન સાબીરખાન મકરાણી ઉવ-૧૯ રહે.બ્રહ્મપુરી વિસ્તાર,અંબાજી તા-દાંતા જી.બનાસકાંઠા

(૨) હર્ષદગીરી મણીગીરી ગૌસ્વામી ઉ.વ.૧૮ રહે.અંબીકા કોલોની,અંબાજી તા.દાંતા જી.બનાસકાંઠા

(૩) નારણભાઈ સંતોશભાઈ ગૌસ્વામી ઉવ-૨૦ રહે.ગબ્બર રોડ,રબારીવાસ ,અંબાજી તા દાંતા જી.બનાસકાંઠા

(૪) સંજયભાઈ ગોવિંદભાઈ વણઝારા ઉ.વ.૨૪ રહે.ભાટવાસ ,અંબાજી તા.દાંતા જી.બનાસકાંઠા

(૫) શ્રવણકુમાર ભરતભાઈ હીરાગર ઉવ-૨૦ રહે.જોગીવાસ ,અંબાજી તા દાંતા જી.બનાસકાંઠા

(૬) કાળુભાઈ છોગારામ ગરાસીયા ઉ.વ.૨૨ રહે.લોટાણા તા.પીંડવાડા
જી.શીરોહી(રાજેસ્થાન)

@@ કામગીરીમાં રોકાયેલ પોલીસ કર્મચારીઓ @@

(૧) જે.બી.આચાર્ય પોલીસ ઇન્સપેક્ટર
(૨) એમ.વી ગમાર પોલીસ સબ (૩) અ.હેઙ.કો શાંતીલાલ પ્રભુજી બ.નં-૧૨૩૫
(૪) અ.પો.કો મુકેશકુમાર ગલબાભાઈ બ.નં-૧૬૦૨ (૫) અ.પો.કો જયેશકુમાર ગણપતલાલ બ.નં-૧૪૦૯ (૬) અ.પો.કો મયુરકુમાર દિનેશભાઈ બ.નં-૧૭૭૨ (૭) અ.પો.કો ભાનુકુમાર ભેમજીભાઈ બ.નં-૧૮૩૪
(૮) અ.પો.કો પ્રકાશભાઈ હરગોવિંદભાઈ બ.નં-૧૩૩૨ (૯) અ.પો.કો મગશીભાઈ કલ્યાણભાઈ બ.નં-૧૮૧૩ ની કામગીરી ઘણી સુંદર રહી હતી.

@@ અંબાજી પીઆઈની સુંદર કામગીરી @@

અંબાજી પી આઇ જે બી આચાર્ય જ્યારથી અંબાજી ખાતે આવ્યા છે ત્યારથી તેમને ચોરી બાબતમાં ખુબજ ગંભીર રસ લઈને ઘટના ની ઝડ સુધી પહોંચી કામગીરી હાથ ધરે છે. અંબાજી ખાતે બાઇક ચોર સક્રિય થતા અંબાજી પીઆઈ રાત દિવસ મહેનત કરી ચોરો ની ગેંગ પકડી અને આજે તેમની સુંદર કામગીરી જોઇ શકાય છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

1 of 690

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *