અમિત પટેલ અંબાજી
સરસ્વતી નગરી અંબાજી અરાવલી પહાડો વચ્ચે આવેલી છે. 8 9 10 એપ્રિલના રોજ અંબાજી ખાતે વિશાળ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે અંબાજી અને અંબાજી આસપાસના વિસ્તારોની સુરક્ષાની જવાબદારી અંબાજી પોલીસ હસ્તક હોય છે ત્યારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રઘુભાઈ નિવૃત થતા તેમનો આજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો હતો. અંબાજી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ, તેમના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા.
અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી આચાર્ય સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. મુળ દાંતાના રઘુભાઈ સ્વભાવે નમ્ર અને લોકો ની વાત સાંભળનારા હતા. અંબાજી ખાતે અને બનાસકાંઠા જિલ્લામાં રઘુભાઈ એ સુંદર અને સારી કામગીરી કરી હતી.
@@ દાંતાના સરૂપ રાણા અને રઘુભાઇ ની સુંદર કામગીરી @@
બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં ઘણા લોકો બનાસકાંઠા અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે દાંતા ના સરૂપ રાણા પણ પોતાની સુંદર કામગીરી થી ભારે લોક ચાહના મેળવી હતી. 28 ફેબ્રુઆરી 2022 ના રોજ સરૂપ રાણા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ અંબાજી ખાતે યોજાયો હતો ત્યારબાદ દાંતા ખાતે ભોજન સમારંભ કાર્યક્રમમાં મોટી જનમેદની ઉમટી હતી અને તેમને શુભેચ્છા ભેટ આપી હતી. આજે દાંતાના રઘુભાઈ નિવૃત્ત થતાં મોટી સંખ્યામાં લોકો તેમને શુભકામના પાઠવવા આવ્યા હતા અને તેમના કામની કદર કરી હતી