Latest

અંબાજી પોલીસ સ્ટેશન મા શંકરભાઈ દેસાઈ ની બદલી થઈ તેમ છતાય તે અંબાજી છોડતો નથી…

અમિત પટેલ અંબાજી

ધર્મનગરી કાશી ઉત્તર પ્રદેશ મા આવેલું છે. શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે અને આ ધામ મા કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સ્ટેશન પણ આવેલું છે. અંબાજી પોલીસ સ્ટેશન મા વિવિધ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવતા હોય છે અને જયારે લોકશાહી દેશ મા ફરજ ના ભાગ રૂપે બદલી થાય તો કોન્સ્ટેબલ અને અઘિકારીઓ અહીથી અન્ય જગ્યાએ નોકરી પર જતા હોય છે. અંબાજીના પીઆઇ જે.બી.આચાર્ય ની પાટણ જિલ્લામાં બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો અને ત્યારબાદ જે.બી.આચાર્ય પાટણ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે પરંતુ સૌથી નવાઇની વાત એ છેકે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શંકરભાઈ દેસાઈની બે મહીના અગાઉ બદલી થઈ હોવા છતાં હજુ સુધી શંકરભાઈ દેસાઈ ચિંગમ ની જેમ ચોંટી ગયો છે અને જ્યા બદલી થઈ છે ત્યાં જતો નથી જે બાબત વિવાદિત બની છે.
અંબાજી પોલીસ સ્ટેશનમાં સૌથી ભ્રષ્ટ કર્મચારી તરીકે શંકર દેસાઈ આવે છે. આ શંકર દેસાઈ ને બોલવાનું બિલકુલ ભાન નથી અને કોરોના કાળમાં અંબાજીના નિર્દોષ લોકોને ભારે હેરાન પરેશાન કરેલ છે. માસ્ક ના નામે શંકરભાઈ દેસાઈની ભારે હેરાનગતી થી અંબાજીની ભોળી પ્રજા નારાજ થઈ હતી.અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા શંકરભાઈ દેસાઈની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઇ હતી અને આજ કારણોસર આજથી બે મહીના પહેલાં શંકરભાઈ દેસાઈની તે સમયના જીલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ દ્વારા જાહેરહિતનો બદલી ઓર્ડર કરાયો હોવા છતાં શંકરભાઈ દેસાઈ બે મહિનાથી અંબાજી ખાતે જ કેમ નોકરી કરે છે તે સમજાતું નથી. નવા આવેલા
બાહોશ પીઆઈ ધવલ પટેલ શંકરભાઈ દેસાઈ પર તુરંત કાર્યવાહી હાથ ધરી સમાજમાં જાગૃતિ લાવી સરસ ઉદાહરણ પુરૂ પાડે.

@@ આ અગાઉ બદલી કરાઇ પરત પાછા આ તાલુકામાં આવવાનું કારણ સમજાતુ નથી @@

અંબાજી ખાતે થોડા વર્ષ અગાઉ ફરજ બજાવી પરત પાછા આવેલા જયકરણ ગઢવી, દલશંગ ઠાકોર, દીપક ચૌધરી અને શંકર દેસાઈ કેમ પાછા છાપરી બોર્ડર પર જ ફરજ બજાવી રહ્યા છે શુ બીજાં પોલીસકર્મી ને ચાન્સ મળતો નથી.
દાંતા ખાતે સૌથી ભ્રષ્ટ કર્મચારી તરીકે પહેલેથી જાણીતો ચંદનસિંહ વાધેલા ઘણાં વર્ષ સુધી દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ફરીથી હડાદ ખાતે આવી ગયો છે. આ ચંદનસિંહ જે સેન્ટ્રો સફેદ કારમાં ફરે છે ચંદનસિંહ પણ સૌથી વધારે દારૂની લાઈનો ચલાવવાનો આરોપ લાગેલો છે. ચંદનસિંહ ની સુઈગામ બદલી કરવામા આવે. .બનાસકાંઠા ના તે વખતના એસપી નીરજ બડગુર્જર દ્વારા જય કરણ ગઢવી સહિતના પોલીસ જવાનો સામે કાયૅવાહી પણ કરવામાં આવી હતી.

@@ થોડા સમય પહેલા પકડાયેલી દારૂની એસયુવી કારમા 3 પોલીસ કર્મચારીની સંડોવણી !@@

અંબાજી નજીક ગુજરાત છાપરી બોર્ડર પર થી ગુજરાતમા પ્રવેશેલી એસયુવી કાર ને ગુજરાત છાપરી બોર્ડર પર ચેક કરવામાં આવી હતી નહિ અને છાપરી પોલીસચોકી પર હાજર 3 પોલીસકર્મી જેમા મકર રાશી, કુંભ રાશી અને મીન રાશીના એ લાઈનવાળી અને વિદેશી દારૂની ગાડી ચેક કર્યાં વિના સેટિંગ પાડી ગાડી પસાર થવા દીધી હતી અને ત્યારબાદ છેક શીતળા માતાજીના મંદિર પાસે અંબાજી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા દિનેશ પરમાર દ્વારા ગાડી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .જેમા લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો હતો. આ 3 રાશી વાળા પોલીસ કર્મીઓ સામે નવા આવેલા બાહોશ પીઆઈ ધવલ પટેલ કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

@@ ગુજરાત છાપરી બોર્ડર પર ઉઘરાણા ચાલુ!@@

આબુરોડ થી અંબાજી તરફના માર્ગો પર પોલીસ વાહનોના ચેકીંગના નામે ઉઘરાણા કરી રહી હોવાની ચર્ચાઓએ ભારે ચકચાર મચાવી છે.

ગુજરાત છાપરી બોર્ડર પર રોજ રાત્રે અંબાજીના જવાનો સાદા ડ્રેસમાં જોવા મળે છે અને અહિ પણ ઉઘરાણા કરાઇ રહ્યાં છે વાહન ચાલકોને પણ એન્ટ્રીના નામે હેરાન કરાય છે. અંબાજી ટ્રાફિક નો હપ્તો શંકરભાઈ દેસાઈ ઉઘરાણા કરી રહ્યો છે અને સ્થાનીક ગાડીઓ વાળાને દમદાટી આપી રહ્યો છે. નવા આવેલા બાહોશ પીઆઈ ધવલ પટેલ આ બદી કાયમી ધોરણે બંદ કરાવે તેવી માંગ ઉઠી છે. છાપરી બોર્ડર પર હોમગાર્ડ જવાનો માટે જીલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા કાયમી મનાઈ કરવામા આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *