Breaking NewsLatest

અંબાજી સાઈ મિત્ર મંડળ દ્વારા આબુરોડ પગપાળા સંઘ, મંદિર પર ધજા અર્પણ કરી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. ઘણા ભક્તો સંઘને ધજા લઈને અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે અંબાજીના લોકો પણ ફેબ્રુઆરી મહિનાના પહેલા ગુરુવારે અંબાજી થી પગપાળા ચાલતા આબુરોડ રાજસ્થાન માં આવેલા સાઈબાબા મંદિર ખાતે ધજા લઈને ઓમ સાઈ રામ ના જાપ કરીને દર્શન કરવા જાય છે.


અંબાજી સાઇ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી અંબાજી થી આબુ રોડ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. કેટલાક સેવાભાવી ભક્તો દ્વારા પગપાળા જતા ભક્તોને પાણી પ્રસાદ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. અંબાજી સાઇ મિત્ર મંડળ દ્વારા અંબાજી-આબુરોડ માર્ગ માં રસ્તામાં ભોજન પ્રસાદી ના ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. અંબાજી સાઈ મિત્ર મંડળના રાજુભાઈ મોદી, વિજ્યભાઈ દવે, મુકેશ શેટ્ટીની કામગીરી ઘણી સુંદર રહી હતી. સવારે ભક્તો ચાલતા ચાલતા આબુરોડ જવા નીકળ્યા હતા અને 4 વાગે ધજા મંદીર ના શીખર પર અર્પણ કરી હતી. આમ આજે આખુ અંબાજી સાઇમય થઈ ગયું હતું. ભક્તોને 21 કિલો બુંદીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *