Breaking NewsLatest

અમદાવાદના પ્રહલાદનગર ખાતે ધ ગ્રેટ ખલીના હસ્તે જિમ લોન્જનું કરાયું ઉદ્ઘાટન. પ્રજાને ફિટ રહેવા આપી ફિટનેશ ટિપ્સ*

અમદાવાદ અમદાવાદ ના પ્રહલાદ નગર ખાતે વિજયસિંઘ સેંગર દ્રારા જિમ લોન્જ નો ઇન્ડિયન રેસલર ધ ગ્રેટ ખલી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદ ના બીજા જિમ ની સરખામણી એ અદ્યતન સાધનો થી સજ્જ છે જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમ ના વાતાવરણ ને માણી શકે. આ સિવાય લાઈવ કિચન નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિમ માં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાંજ બનાવી ને તેમને આપવામાં આવશે જે ખુબજ મહત્ત્વપૂર્ણ બાબત છે.

આ પ્રસંગે ધ ગ્રેટ ખલી  એ જણાવ્યું કે* “આજકાલ લોકો માં જિમ અને યોગા નો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકો ની લાઈફસ્ટટાઈલ એ પ્રકાર ની થઇ ગયી છે અને મેદસ્વીતા નું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે કેમકે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત  રહેતા નથી પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજી વાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનર ના લીધે લોકો નું જિમ તરફ નું આકર્ષણ વધ્યું છે જે ખુબજ સારું છે. કોવિડ-19 પછી લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈને વધારે જાગૃત થયા છે જે હેલ્થી લાઈફ માટે ખુબજ સારું છે. મારુ દરેક વ્યક્તિ ને એ કેહવું છે કે તમે દિવસ માં ઓછા માં ઓછું 1 કલાક પોતાના સ્વાસ્થ્ય માટે કાઢો અને એ વસ્તુ રોજિંદી કરો ત્યારેજ તેની અસર તમારા શરીર પર દેખાશે.”

જિમ લોન્જ ના માલિક વિજયસિંઘ સેંગર એ જણાવ્યું કે* “આ ફીટનેશ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકો ને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે. હું છેલ્લા 10 વર્ષો થી લોકો ને આ વિશે ની તાલીમ આપું છું અને મે મારી ટેક્નિક્સ થી ડાયાબીટીશ,બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે.અમારા ત્યાના ટ્રેઇનર ખૂબજ વધારે ટેક્નિકલ જ્ઞાન ની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર ના ફીટનેશ સર્ટીફીકેટ ધરાવે છે. અમે લોકો ને એ રીતે સાધનો ની માહીતી આપીશું કે તેઓ પોતાની મેળે એનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગ ના પૂરેપૂરા ફાયદા તેમને જણાવ્વામાં આવશે”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *