Breaking NewsLatest

અમદાવાદ અને શ્રીનગર વચ્ચે એપ્રિલથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે

અમદાવાદ: જમ્મુ એન્ડ કાશ્મીર ટુરિઝમ વિભાગ દ્વારા શહેરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 28 એપ્રિલના રોજથી અમદાવાદથી શ્રીનગર વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની ખૂબજ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ ડાયરેક્ટર ફ્લાઇટનો સવારે 5.55 અને સાંજે 8.20 કલાક રહેશે.

કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે ત્યારે જમ્મુ એન્ડ કાશ્મીર ટુરિઝમના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંકટના આ સમયમાં ગુજરાતના લોકોનો સૌથી વધુ સહયોગ પ્રાપ્ત થયો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 1,58,000 લોકોએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેમાંથી આશરે 60,000 જેટલાં ગુજરાતીઓ છે. એક અંદાજ મૂજબ જમ્મુ અને કાશ્મીર ફરવા જવામાં દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો મોખરે છે.
મહત્વપૂર્ણ છે કે અમદાવાદથી સીધી ફ્લાઇટથી પ્રવાસીઓની સગવડતામાં વધારો થશે અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે વધુ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર જવાનું પસંદ કરશે. કોરોના મહામારી હળવી થતાં હવે ધીમે-ધીમે લોકો પ્રવાસ ઉપર જવાનું પસંદ કરી રહ્યાં છે અને પ્રવાસન ક્ષેત્ર ઝડપથી સુધારા તરફ આગળ વધી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *