Latest

અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમગ્ર વઢિયાર પંચાલ સમાજમાં શિક્ષણજ્યોતનું પ્રાગટ્ય થતું જોવા મળ્યું.

અમદાવાદ: શનિવારની ઉગતી સવારનો સૂરજ શ્રી વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા ખાતે ઉજાસનો વિશેષ સંદેશ લઈને આવ્યો હતો. નવ વાગ્યા આસપાસ તો એકપછી એક પરિવારજનોનું આગમન શરૂ થયું હતું ને દશ વાગ્યાનાં સુમારે હોલ ખાચોખચ ભરાઇ ગયો. રાધનપુર, પાટણ, મહેસાણા, વડોદરા, પાલનપુર એમ ચોમેરથી પધારેલા શિક્ષકો, વિદ્યાર્થીઓની ઉત્સાહજનક હાજરી એ સાબિત કરતી હતી કે અમે આ કાર્યમાં સર્વાંગી સહયોગ માટે તૈયાર છીયે.

કાર્યક્રમની શરૂઆત બે બાળાઓનાં સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી થઈ. ત્યારબાદ ચાર કુમારિકાઓએ કર્ણપ્રિય સ્વરે સ્વાગત ગીત ગાવામાં આવ્યું અને સ્ટેજ પર બેઠેલાં સૌ આદરણીય મહેમાનોનું સ્વાગત થયું. વઢિયાર પંચાલ સમાજ પ્રમુખ શ્રી હમીરભાઇ પંચાલ, ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ, નિવૃત તાલુકા વિકાસ અધિકારી શ્રી રમેશભાઈ પોરાણીયા સાહેબ, વડોદરાથી સાયબર ક્રાઇમ પી. આઇ શ્રી દિનેશભાઈ પંચાલ સાહેબ, શ્રી અમરતભાઈ પંચાલ, ક્લાસ વન ઓફિસર શ્રી અલ્પેશભાઈ પંચાલ વગેરે સૌ સ્ટેજ શોભાવી રહ્યાં હતાં.

છેલ્લાં કેટલાંય સમયથી સમાજમાં શિક્ષણની ચિંતા કરવા વાળો એક વર્ગ આ પ્રસંગની તૈયારી કરી રહ્યા હતો એ ક્ષણ આવી હતી. કોઇપણ સમાજ માટે આવી પળનું આગવું મૂલ્ય હોય છે કેમકે, આવી ક્ષણની નોંધ ઈતિહાસ લેતો હોય છે. આખરે, એક શિક્ષણ સમિતિનું ચયન થયુ ને વઢિયાર પંચાલ સમાજે એક નવી દિશામાં પગરણ માંડ્યા. પ્રસંગની ફળશ્રુતિ સમી એ શિક્ષણ સમિતિમાં કુલ તેર સભ્યોનાં નામો નક્કી કરાયા, જેમાં કનુભાઈ મનસુખભાઇ રાધનપુર, પ્રવિણભાઇ વેલાભાઈ કાતરા, હસમુખભાઈ મફતલાલ-હારીજ, રાજેન્દ્રભાઈ શિવરામભાઈ અરજણસર, અશોકભાઈ બાબુલાલ ગોચનાદ, દિનેશકુમાર જીવરામભાઇ રાધનપુર, નરોત્તમભાઈ હીરાભાઈ હિરાપુર, નવીનભાઈ પુનાભાઈ શેરપુરા, પન્નાલાલ રૂપાભાઈ હમીરપુરા, રમણીકલાલ વિઠલભાઇ સુબાપુરા, રણછોડભાઇ બાબુભાઈ ધધાણા, મહેશકુમાર નટુભાઈ શેરગઢ, રમેશભાઇ બી. જાવંત્રી જેમનાં હાથમાં સમાજ વતી શિક્ષણની દોર સોંપવામાં આવી હતી.

ચાર ઝોનમાં આ સમિતિ કામ કરશે. સમાજનાં વિધાર્થીઓ માટે સેમીનાર, કેળવણી માર્ગદર્શન જેવી પ્રવૃતિઓ તેમજ શિક્ષણનો લાભ છેવાડાની વ્યક્તિને મળે એ માટે આ સમિતિ સદાય તત્પર રહેશે.

આ પ્રસંગે જે દીપપ્રાગટ્ય થયું એનું અજવાળું ધીમે ધીમે સમગ્ર વઢિયાર પંચાલ સમાજમાં પથરાશે અને એની આભામાં એક તેજસ્વી પેઢીનું નિર્માણ થશે એવી આશા સાથે સૌ જમીને છૂટા પડ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *