Breaking NewsLatest

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..

અમદાવાદ: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ દેશભરમાં લોકો ઠેર ઠેર અલગ અલગ રીતે માનવી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર ખાતેના મુસ્લિમ બિરાદરો દ્વારા 71 મા જન્મદિવસ નિમ્મીતે 71 કિલોની કેક કાપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને કૌમી એકતાની મિશાલ કાયમ કરી હતી. જમાલપુરના હિન્દૂ-મુસ્લિમ બિરાદરો, વ્યાપારીઓ, અગ્રણીઓ અને રહીશો દ્વારા જમાલપુર દરવાજા પાસે 71 કિલોની કેક કાપી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ પાઠવ્યો હતો અને હર્ષોઉલ્લાસ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટે દુઆઓ પ્રાર્થના કરવામાં આવી હતી આ ઉપરાંત ગરીબ લોકો માટે મફત મેડિકલ ચેકઅપ.કેમ્પનું આયોજન કરી સદભાવના સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના આયોજક રઉફભાઈ શેખ (બંગાળી) ના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી અમદાવાદમાં કોઈ કૌમી તોફાનો થવા નથી પામ્યા ત્યારે હવે તે ભારત દેશનું સુકાન સાંભળી રહ્યા છે અને દેશ તેમના કર્યો થકી વિકાસના પંથે આગળ વધી રહ્યો છે જેના માટે ગુજરાત અને ભારતના તમામ નાગરિક માટે ગર્વની વાત કહી શકાય. આજે નરેન્દ્રભાઈ મોદીની કાર્યદક્ષતાના લીધે સર્વે સ્થાન પર શાંતિ અને એકતા જળવાઈ રહી છે જે દેશના વિકાસના હરણફાળની મજબૂત કડી છે જે નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ સબકા વિકાસની વાતને સાચું સાબિત કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 732

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *