Breaking NewsLatest

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ..

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી ગયા હતા. આ 41 લોકોના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSI પરમારનો અદભુત ફાળો રહ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશાન ખાતે જ્યારે આગ લાગવાનો મેસેજ મળ્યો ત્યારે મહિલા PSI કે. એમ.પરમાર ફરજ ઉપર હતા અને તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવીને લોકોને બહાર નિકાળવાનો પ્રયાસ ચાલી રહેલ હતો. આવામાં 41 વ્યક્તિઓ જે ફસાયા હતા તેમના દ્વારા બચાવ માટે બુમો પાડવામાં આવી રહી હતી  ત્યારે લોકોની ચીસો સાંભળીને PSI પરમારથી રહેવાયું નહીં અને તેઓ તેમના સાથેના કોન્સ્ટેબલ ભરતભાઇ સાથે ઉપરના માળે પહોંચી ગયા હતા. ઉપર જે લોકો બચવા માટે મદદ માંગી રહ્યા હતા તેમને જીવન જોખમે PSI પરમારે બહાર લાવવાના પ્રયત્ન કર્યો હતો. આગમાં 41 જેટલા લોકો ફસાયા હતા તેમનો PSI પરમારે જાનના જોખમે જીવ બચાવ્યો હતો.

કોરોના વાયરસની સ્થિતિમાં જ્યારે પોઝિટિવ થઈને પરત આવનાર વ્યક્તિથી પણ લોકો દૂર રહે છે ત્યારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર મેળવી રહેલા લોકોને બચાવવા ના પીપીઈ કીટ પહેરી હતી કે ના અન્ય સાવધાની રાખી હતી .PSI પરમારના કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ પણ વખાણી હતી અને તેમની આ કામગીરી અન્ય લોકો માટે પણ માનવતાનું પણ ઉમદુ ઉદાહરણ પૂરું પાડે છે. આ જાંબાઝ મહિલા PSI દ્વારા મોતની પરવા કર્યા વગર આગમાં કુદી લોકોનો જીવ બચાવી લેતા તેમની બહાદુરી અને જાંબાઝી માટે કોટી કોટી સલામ..

રિપોટ બાય સંજીવ રાજપુત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *