Breaking NewsLatest

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યસ્તરના કોરોના રસીકરણનો સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા કરાયો શુભારંભ..

અમદાવાદ : કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત રાજ્ય સ્તરના કોરોના વેક્સિનનની કાર્યક્રમની શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન- પરેશાન થયેલ લોકો માટે આજે અમૃત સમાન વેક્સિન આવી ગઇ છે. તારીખ ૧૬મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે.

પ્રથમ તબક્કામાં ગુજરાતમાં ૧૬૧ કેન્દ્ર ઉપર ૧૬૦૦૦થી વધુ હેલ્થકેર વર્કરોમાં કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ થયો છે ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેઓએ ૯ મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને પોતાના જીવના જોખમે રાઉન્ડ ઘ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે. કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને સાજા કરવા દિવસ-રાત જહેમત હાથ ધરી છે તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિનેસન પર પ્રથમ હક રહેલો છે. જેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થકેર વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ.

કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઇપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહી આ વેક્સિન લઇ શકે છે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને અપીલ કરી હતી.

હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોવિડશિલ્ડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના નાગરિકો આ વેક્સિન પર પૂરો ભરોષો રાખી તેને ગ્રહણ કરી પોતાને અને પરિવારને સુરક્ષિત કરે.
સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરાના રસીકરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટશ્રી, તબીબી તજજ્ઞો એ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *