Breaking NewsLatest

અમદાવાદ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા

અમદાવાદ : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા હોસ્પિટલમાં રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસે તાપીના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. ‘હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા, અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ, અને મારા દેશવાસીઓમા પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છુ. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી, અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છુ.’
૦૦૦૦૦૦૦૦૦૦૦

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *