Breaking NewsLatest

અમદાવાદ સોલા સિવિલના RMO અને ડોકટરને રૂપિયા 8 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યા

અમદાવાદ: ડોક્ટર દ્વારા સૌથી મોટી રકમ લાંચ પેટે લેતા ધરપકડની પહેલી ઘટના નોંધાઈ છે. અમદાવાદ ખાતે કોવિડ દર્દીઓને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રકટરનું રૂપિયા 1.18 કરોડનું બિલ પાસ કરવા બાબતે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરો દ્વારા રૂ. 8 લાખની લાંચ માંગવામા આવી હતી. એસીબીની ટિમે લાંચની રકમ સ્વીકારતા સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ અને ડૉ,શૈલેષ પટેલને ઝડપી લીધા છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને સ્ટાફને ચા, નાસ્તો, પાણી અને જમવાનું ઓર્ડર મુજબ પૂરું પાડતા કોન્ટ્રેકટરનું રૂ.1.18 કરોડનું બિલ પાસ થયું ન હતું. આ રકમ મેળવવા માટે કોન્ટ્રકટરે બિલ પાસ કરવા માટે RMO અને ડૉ,શૈલેષ પટેલને સહી કરવા જણાવ્યું હતું.આ બન્ને આરોપીઓએ શરૂમાં બિલની રકમના 30 ટકા લાંચ પેટે માંગી હતી. જે પેટે રૂ.10 લાખની રકમ બંને આરોપીઓએ લીધી હતી. બાકીની રૂ.6 લાખની લાંચ તેમજ ફરિયાદી કોન્ટ્રાકટરના ભાઈની કેન્ટીનનું ટેન્ડર પાસ કરવા બીજા 2 લાખ મળી કુલ 8 લાખ માંગ્યા હતા.

ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાનમાં બન્ને આરોપીઓ લાંચની રૂ.8 લાખની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. એસીબીએ આરોપી આરએમઓ ડૉ, ગોપાલ પટેલ અને ડૉ, શૈલેષ ચેલાભાઈ પટેલની ધરપકડ કરી બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *