Breaking NewsLatest

અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૮૧ કી.રૂ.૩,૫૭,૧૪૦/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.૩૦,૦૦૦/- ફોરચુનર ગાડી કી.રૂ.૭,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,૧૦,૮૭,૧૪૦/- સાથે એક ઇસમોને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

💫 શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

         💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
💫 એ.એસ.આઇ.યશવંતસિંહ તથા હેડ.કોન્સ. રાજેશકુમાર, દિલીપસિંહ તથા પો.કોન્સ  નિશાંત, જોરાવરસિંહ,ગજેન્દ્રદાન, લક્ષ્મણસિંહ નાઓ અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે આવલ તરફથી એક ફોર્ચુનર ગાડી RJ-23-UB-7729 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમીરગઢ તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે આવલ ગામ પાસે વોચમાં હતા તે દરમિયાન હકીકત વાળી ગાડી આવતા પીછો કરી અમીરગઢ પાસે  ફોર્ચુનર ગાડી પકડી પાડી ગાડીમાં જોતાં  ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૮૧ કી.રૂ.૩,૫૭,૧૪૦/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.૩૦,૦૦૦/-ફોર્ચુનર ગાડી કી.રૂ.૭,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,૧૦,૮૭,૧૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક *૧) રઘુવીરસિંહ ખીમસિંગ ભાટી રહે- લુણેખા, તાલુકો છતરગઢ જિલ્લો બિકાનેર તથા દારુ મંગાવનાર કુલદીપસિંહ  રહે- ગોજારીયા જીલ્લો મહેસાણા વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *