Breaking NewsLatest

અરવલ્લીઃસાકરિયા ગામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દિવ્યરથનો ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું..

મોડાસાના સાકરીયાના ગ્રામજનોએ દિવ્યરથના આગમનને લઈ પુરજોશમાં તૈયારીઓ કરી હતી.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં  ઉમિયા માતાજીના 10 જાન્યુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી અરવલ્લી જિલ્લાના 270 ગામડામાં ઉમિયા માતાજીના દિવ્ય રથ દર્શનનો અનેરો લ્હાવો મળે તે આયોજનથી અરવલ્લી જિલ્લામાં દિવ્ય રથનો પ્રવેશ થયો હતો ત્યારે અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે ઉમિયા માતાજીના રથને આવકારવા સાકરિયા ગામના ગ્રામજનોમાં અનેરો  ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાકરિયાના ગ્રામજનોએ  ગામમાં તેમજ શેરી શેરી પર આસોપાલવના તોરણ તેમજ વિવિધ ડેકોરેશન થી સજાવીને  તેમજ ગામને સ્વચ્છ બનાવી ગામને  દિવ્યરથને આવકારવા થનગની રહ્યા હતા ત્યારે  ઉમિયા માતાજીના દિવ્યરથનું  6 ફેબ્રુઆરી રવિવારના રોજ સાકરિયા ગામમાં ભવ્ય આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.ગામના સર્વ સમાજના લોકો ઉમિયા માતાજીના રથયાત્રામાં ડી જે ના સંગીત પર ઝૂમી ઉઠ્યા હતા અને મા ઉમિયાની  પાલખી ભકતોના ઘરે ઉમિયા માતાજીની પધરામણી કરાઇ હતી. દિવ્ય રથની શોભા યાત્રામાં મહિલાઓ,યુવતીઓ,યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો  મોટી સંખ્યમાં જોડાયા હતા. અને ગામમાં ધાર્મિક  તેમજ ભક્તિનો માહોલ સર્જાયો હતો. અને સાકરિયા ગામમાં ઉમિયા માતાજીના આરતી કરી આરાધના કરી માતાજીના રાસગરબા રમી દિવ્યરથની શોભાયાત્રાની  પૂર્ણાહુતિ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *