ગુજરાત રાજ્ય અને અરવલ્લી જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર ઐતિહાસિક રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન પદે મહિલાએ સુકાન સંભાળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરાતા સહકારી આલમમાં આનંદની લાગણી પ્રસરી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે નીલમ કુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ કુબેરભાઈ પટેલની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાતા ભિલોડા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે સૌપ્રથમ મહિલા ચેરમેનપદે નીલમકુંવરબા સિસોદિયા બિન હરીફ ચૂંટાઈ આવતા સહકારી આગેવાનો માં સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ લીગલ સેલના સભ્ય રણવીરસિંહ ડાભી, સા. કા. જી. ખ. વે. સંઘ હિંમતનગરના વા.ચેરમેન ભીખાભાઇ પટેલ, ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિલાલ પટેલ, સહિત સહકારી આગેવાનો દિલીપભાઈ કટારા, રવજીભાઈ પટેલ, ગલબાભાઈ પ્રજાપતિ, ધનજીભાઈ નીનામા, શુભેન્દ્રસિંહ સિસોદિયા, મુકેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ તેમજ સહકારી અને રાજકીય-સામાજિક આગેવાનોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણીને બિરદાવી હતી.





















