Breaking NewsLatest

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની નવી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.આદિજાતિ વિસ્તારના લોકોને હવે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કાર્યોનો સરળતાથી લાભ મળશે.

ભિલોડા તાલુકામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની નવીન શાખાનું ભિલોડાના ધારાસભ્ય અનલિભાઈ જોષીયારાના વરદ હસ્તે રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર અનિલ જોષીયારા નવીન રેડ ક્રોસ સોસાયટી ને ૨૧ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું તેમજ રેડક્રોસ માટે આગામી સમયમાં જે પણ યોગદાન આપવાનું થાય . લેબોટરી, બ્લડબેંક કે રેડ ક્રોસ ની કઇ પણ સુવિધા હોય તેમાં મારુ યોગદાન રહેશે. રેડ ક્રોસ ની સ્થાપના કરી મહિલાઓ આગળ આવી જાગૃત બની તે બદલ મહિલાઓને બિરદાવી હતી. અરવલ્લીના મોડાસા રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ પરમારે રેડ સારી એવી રૂપરેખા અને અભિયાન પોતે ચલાવી રહ્યા છે જેમાં તેઓએ કહ્યું કે રેડ ક્રોસ એનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે તેની વિસ્તૃત માહીતી આપી જેમાં પ્રાથમિક સારવાર હોમ હેલ્થ કેર જે રોજગાર લક્ષી આરોગ્ય અને શિક્ષણ જે છેલ્લા પાંચ વરસથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લામાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં જેમકે માલપુર, મેઘરેજ બાયડ, ભિલોડા ,ધનસુરા દરેક જગ્યાએ રેડ ક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચો કરવામાં આવી છે આવી છે ગ્રામ્ય વિસ્તારના લોકોને અને આસપાસના વિસ્તારના લોકોને પ્રાથમિક સારવાર માટે મોડાસા અને અમદાવાદ ન જવું પડે ગ્રામ્ય વિસ્તારના લોકોનો સમય બચે અને આર્થિક ભારણ પણ બચે,તે માટે તેઓએ દરેક જગ્યાના તાલુકામાં રેડ ક્રોસ સોસાયટી ની બ્રાન્ચ બનાવી છે. કોલોજ નાં વિદ્યાર્થીઓ માટે યુથ રેડ ક્રોસ મા થેલેસીમિયા પરિક્ષણ , શિક્ષણ, આરોગ્ય તેમજ રાજ્યને દેશ નો સારો નાગરિક બને એનું ઘડતર થાય એવું માર્ગ દર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓ આ કાર્ય કરી રહ્યા છે જેઓ લોકજાગૃતિ પ્રાથમિક સારવાર તેમજ સમાજ સેવાકીય પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી યોગદાન આપી રહ્યા છે. તેમજ પ્રસંગને કિરણ ભાઈ ખરાડી, વિઠ્ઠલભાઈ પટેલ, અરવિંદ ભાઈ શ્રીમાળી , શ્રી ડો. કટારા , સી. એની બેન અને સી. પ્રેમિલાબેને આ મહુનાભવો એ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું ભિલોડા રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી મેરી બહેન ને મહેમાનોનું પરિચય અને મહેમાનોનું સ્વાગત કર્યુ હતું લક્ષ્મીબેન જેઓ રેડક્રોસ સોસાયટીના સેકરેટરી છે તેઓએ પ્રોગ્રામ નું સંચાલન કર્યું હતું અને તેમજ સવિતાબેન જેઓ વાઇસ ચેરમેન છે તેઓ એ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમ મા રેડ ક્રોસના સભ્યો અને ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ વિસ્તારમાં રેડક્રોસ સોસાયટીની નવીન શાખા આદિવાસી મહિલા વિકાસ સંઘ ભિલોડાની જગ્યામા ખુલ્લી મુકાઈ છે. હવે તાલુકામાં પણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *